આજથી વિક્રમ સંવત 2082નો પ્રારંભ થયો છે. રાજ્યના આદિવાસી જિલ્લામાં નવું વર્ષ અનોખી રીતે ઉજવવામાં આવે છે. જેને ગાય ગોહરીના નામે ઓળખવામાં આવે છે. આ ઉજવણીમાં લોકો પોતાની માનતા પુરી કરવા નીચે સુઇ જાય છે અને ગાયોને તેની પરથી દોડાવવામાં આવે છે. ગોવાળીયાઓ પ્રાયશ્ચિત કરવા ગાયો નીચે સુવા ની પ્રથા છે.


દિવાળી પર્વની ખુબજ અનોખી રીતે ઉજવણી

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. દિવાળી પર્વની ખુબજ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમા દાહોદ જીલ્લાનાં ગાંગરડી, ગરબાડા, દાહોદ , લીમડી , અભલોડ ગામે ગાય ગોહરી નામનો તહેવાર નવા વર્ષ ના દિવસે ઉજવવા માં આવે છે.

ગાયોને અલગ અલગ કલર થી સુશોભીત કરતા હોય છે

 આ ગાય ગોહરીના તહેવારમાં ગોવાળિયાઓ દ્વારા નવા વર્ષના દિવસે વહેલા ઉઠી ગાયો ને અલગ અલગ કલર થી સુશોભીત કરતા હોય છે. દાહોદ જિલ્લામાં ઉજવાતા તહેવારમાં પ્રથમ ભગવાનના આશીર્વાદ લઈ ને ગાય ગોહરીની શરૂઆત કરવામાં આવે છે ગોવાળિયા ઓ પોતાની ગાયો ના ટોળા લઇ ને આવતા હોય છે . આ ટોળા મા ગાયો ખુબજ મોટી સંખ્યા માં હોય છે . ગાય ને ગામ ના ચોકમાં દોડાવવા માં આવે છે.

જે લોકો ઉપર ગાયો ચાલે છે તેમને આજ દીન સુધી કોઈને નુકસાન પણ થયું નથી

ત્યાર બાદ ઢોલી ના ઢોલ ના સથવારે લોકો પોતાની બાધા રાખેલા ગોવાળિયા ખેડૂતો દંડવત પ્રણામ કરી જમીન પર ઉંધા સુઇને ગાય ગોહરી પડે છે. ગાયનો સમૂહ ગોવાળીયાઓ ના શરીર ઉપરથી પસાર થાય છે. આ પરંપરા વર્ષો થી ચાલતી આવે છે અને જે લોકો ઉપર ગાયો ચાલે છે તેમને આજ દીન સુધી કોઈને નુકસાન પણ થયું નથી.

ગાય માતા ને જો ભુલ થી મરાઇ ગયું હોય તો ગાય માતાની માફી માગે છે

લોકમાન્યતા પ્રમાણે ગત વર્ષમાં ખેતી કામ દરમિયાન ગાય માતા ને જો ભુલ થી મરાઇ ગયું હોય તો ગાય માતાની માફી નવા વર્ષના દિને ગાય નીચે સુઈ ને માફી માંગીને બાધા પુર્ણ કરવામાં આવે છે. તેમજ ગાય ગોહરીમાં પ્રથમ ગાય જે નીકળે તે પ્રમાણે નવુ વર્ષ કેવુ જશે તેનુ પણ અનુમાન લગાવવામા આવતુ હોય .આ વર્ષે પ્રથમ સફેદ ગાય નીકળતા આવનાર નવુ વર્ષ માટે સારૂ નીકળશે તેવી માન્યતા છે. ઉત્સાહ ભેર ઉજવાતા ગાયગોહરીનાં પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતુ હોય છે

ગાતા ગાતા ગાય નીચે સુતા હોય છે અને ગાય ગોહરી પડે છે

ઝાલોદ તાલુકા ના લીમડીમાં ગામમાં રાજવી પરિવાર દ્વારા રાજવી પોષાક પહેરે છે. ગોવાળિયાઓ રાજવી પરીવારને ગાય ગોહરીમાં પધારવા આમંત્રણ આપવા જતા હોય છે અને ત્યારબાદ ગાયો લઈ ને ગામમાં નિકળે છે. ગાય ગોહરી પડનાર વ્યક્તી હિડ(ગીત) ગાતા ગાતા ગાય નીચે સુતા હોય છે અને ગાય ગોહરી પડે છે


  • Follow us on: