ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં 2 દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં બારે મેઘ ખાંગા થયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગરના અનેક શહેરોમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેમાં તલગાજરડામાં ભારે વરસાદથી કમર સુધી પાણી જોવા મળ્યા હતા. ભાવનગરના ગારીયાધારમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હોવાની સ્થિતિ જોવા મળી હતી.


તલગાજરડામાં કમર સુધી પાણી

ભાવનગર જિલ્લાના અનેક વિસ્તોરોમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હોવાની સ્થિતિ જોવા મળી હતી. તલગાજરડામાં કમર સુધી પાણી ભરાતા પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદથી પુરા ગામે પાણી ભરાયા હતા. ભાવનગરમાં પચ્છેગામ, ડમરાળા, સાતપડામાં વરસાદ વરસ્યો હતો.

ભાવનગરમાં વરસાદના પગલે નદી નાળા છલકાયા

ભાવનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગારીયાધારમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા હતા. ગારીયાધાર શહેરમાં વરસાદની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતા તળાવ તેમજ ડેમોમાં નવા નીર ની આવક થઈ હતી. ખાસ કરીને ગારીયાધારના પચ્છેગામ, ડમરાળા, સાતપડા, સમઢીયાળા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને જે વરસાદ વરસ્યો છે તેના કારણે ગામોના પાદરા પાણી પસાર થઈને તળાવો ગ્યાં છે પરિણામે ડેમોમાં નવા નીર આવક થઈ છે.ગારીયાધારના આ ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ તળાવોમાં નવા નીર આવક થઈ છે


  • Follow us on: