હિંમતનગરમાં ઉંચા વ્યાજની લાલચે 1.44 કરોડની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.


એક રોકાણકારે ટાવર રોડ ઉપર આવેલા મોલમાં એક સમયે ધમધમતી ધી બીગબુલ ફેમીલીના સંચાલક પતિ-પત્નિ, વિજાપુરનો શખ્સ, એમડી અને બે એજન્ટ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

અમરસિંહ શોપીંગ મોલના બીજા માળે 205 નંબરની ઓફિસ ભાડે રાખીને જગદીશગીરી ગોસ્વામી તેની પત્નિ શીતલબેન તેમજ મનિષ પટેલએ ધી બીગ બુલ ફેમીલી નામની ઈન્વેસ્ટમેન્ટ ઓફિસ ખોલીસ હતી. જેમાં વિપુલસિંહ ચૌહાણ મેનેજીંગ ડીરેકટર તરીકે જયારે મનહરસિંહ ઝાલા અને ભીખુસિંહ રાઠોડ એજન્ટ તરીકે જોડાયા હતા.

જેઓ તેમની ઓફિસમાં રોકાણકારોને ઈથેલીયમ, બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લાલચ આપીને વધારે વ્યાજની લાલચ આપતા હતા. અનેક રોકાણકારોએ ધી બીગબુલમાં રોકાણ કરીને એગ્રીમેન્ટ કરી આપતાં હતા. પરંતુ પાકતી મુદ્ત પહેલાં જ ઓફિસ બંધ કરીને પલાયન થઈ જતાં રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવતાં 6 શખ્સો સામે 1.44 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.


  • Follow us on: