અમદાવાદના મેઘાણીનગરમાં ગત તા.12 જૂનના બપોરે અમદાવાદથી લંડન જતું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બન્યા બાદ એકલા ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં અને વિદેશમાં જાણ થયા બાદ અસંખ્ય લોકોએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને મનોમન શ્રાધ્ધાંજલિ આપી હતી. દરમિયાન ઘટના બની તે જ દિવસની રાત્રે હિંમતનગરના જલારામ ભજન મંડળના મહિલા આયોજકે સમગ્ર ઘટનાને આવરી લઈ કોઈપણ જાતના સંગીત વિના ભજન બનાવીને સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ 4 જ દિવસમાં 10 લાખથી વધુ લોકોએ ભાવુક ભજનને સાંભળ્યા બાદ અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં રહેતા સુરેખાબેન પંચાલ તથા અન્ય મહિલાઓ છેલ્લા કેટલાક સમયથી ભજન ગાવાનું કામ કરે છે કયારેક સુરેખાબેન સહિત તેમના સભ્યો પોતાની સુઝબુઝથી ભજન બનાવીને અવાર નવાર લોકો સમક્ષ રજૂ પણ કરે છે. ત્યારે અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના બાદ તેજ રાત્રે સુરેખાબેને *હે.. ઉડયા ઉડયા અમદાવાદથી વિમાન રે લંડન જવા ઉડયા રે લોલ..* ભાવુક ભજન લખ્યું હતું. સ્વરચિત ભજનને પોતાનાના કંઠે ગાઈને યુટયુબ પર જલારામ ભજન મંડળ હિંમતનગરની યુટયુબ ચેનલ પર મૂક્યું હતું, જેને માત્ર 4 દિવસમાં જ 10 લાખથી વધુ લોકોએ જોયું છે. ઘટનાની રાત્રે ભજન ગાયું અને માઈકથી રેકોર્ડ કર્યું, પતિએ યુટયુબ પર અપલોડ કર્યુ.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં









