સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરિયા વિસ્તાર નજીક આવેલ પ્રથમ સ્ક્વેરમાં છેલ્લા કેટલાક સમયથી એ.આર.કન્સલ્ટન્સી નામની પેઢી થકી પોન્ઝી સ્કીમનું મસ્ત મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. શહેરના હાર્ડ સમા વિસ્તારમાં એ.આર.કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા સૌથી વધુ એજન્ટો થકી રોકાણકારોને પોન્ઝી સ્કીમમાં રોકાણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા. સાથે આરબીઆઈ ના નિયમો નેવે મૂકી શહેરની વરચે આવેલ પ્રથમ સ્કેવર કોમ્પ્લેક્ષમાં એ.આર.કન્સલ્ટન્સી નામની આલીશાન ઓફિસ બનાવાઈ હતી. જ્યાં કામ કરનાર એજન્ટો સહિત વ્યક્તિઓ રોકાણકારોને ઉંચા વ્યાજદરની લોભામણી લાલચ આપી માસિક 3 થી 10 ટકા સુધીનું વ્યાજદર આપવાની વાત કરવામાં આવતી હતી.
એ.આર.કન્સલ્ટન્સી નામની પેઢી સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ
સાથે એજન્ટોને મોટું પેકેજ સહિત ટકાવારી આપી રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયાનું રોકાણ પોન્ઝી સ્કીમમાં કરવામાં આવતું હતું. છેલ્લા કેટલાક સમયથી પોન્ઝી સ્કીમમાં રોકાણકારો કંપનીના સતલ બંધ જોઈ ચિંતિત બન્યા છે. સાથોસાથ લોભામણી લાલચ સહિત પોન્ઝી સ્કીમમાં રોકાણ કરેલ નાણાં સહિત વ્યાજદર ન મળતા પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકારે એ.આર.કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ ચલાવનારા લોભિયાઓ સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે 3 કરોડ 42 લાખ 91 હજારની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ મથકે 3 કરોડ 42 લાખ 91 હજારની છેતરપિંડી થયાની ફરિયાદ
સામાન્ય રીતે આજના યુગમાં લાખો કરોડોનું કૌભાંડ કરવું ગુજરાતમાં સામાન્ય બાબત બની જઈ રહી છે. તેવા સમયે પોન્ઝી સ્કીમમાં રોકાણ કરી રાતો રાત લાખોપતિ સહિત કરોડપતિ બનવાના સ્વપ્ન જોતા હોય છે. ત્યારે હિંમતનગરમાં શહેરના હાર્ડસમા વિસ્તારમાં આલીશાન ઓફિસમાં ચાલતી લોભામણી સ્કીમ મામલે ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર વિસ્તાર સહિત જિલ્લાભરમાં ખળભળાટ વ્યાપ્યો છે. સાથોસાથ પ્રથમ સ્કેવરની એ.આર.કન્સલ્ટન્સી પેઢીમાં પોલીસે તપાસ દરમિયાન લેપટોપ, ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજ ઝપટ કર્યા છે. અને આરોપીઓને ઝડપી લેવા સર્વેલન્સ સહિતની ટીમો કામે લાગી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ એ.આર.કન્સલ્ટન્સી નામની પેઢી સામે છેતરપિંડી સહિતની ફરિયાદ દાખલ કરતા મોટાભાગના રોકાણકારો સહિત એજન્ટો ભુગર્ભમાં ઉતર્યા છે. અને પોન્ઝી કંપનીનો માલિક સહિત તેના ભાગીદારો પોલીસથી બચવામાટે ભુગર્ભમાં ઉતર્યા છે.
મોટાભાગના રોકાણકારો સહિત એજન્ટો ભુગર્ભમાં ઉતર્યા
જોકે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકાર સહિત દસ જેટલા અન્ય રોકાણકારોએ પુષ્પરાજસિંહ ની ફરિયાદમાં સાક્ષી બની 3 કરોડ 42 લાખ 91 હજારની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવનાર એજન્ટો સહિત રોકાણકારોની ચિંતાઓ વધી રહી છે. સાથે આવનાર દિવસોમાં પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર રોકાણકારો કેટલા ખુલીને બહાર આવે છે તે પણ મહત્વનું બની રહે છે.
ત્રણ લોકો સામે નોંધાઈ ફરિયાદ
1) અજયસિંહ રજુસિંહ મકવાણા, રહે. ભાગ્યોદય સોસાયટી. મોદી ગ્રાઉન્ડની પાસે. બેરણા રોડ, મૂળ રહેવાસી. વરવાડા, તલોદ, હિંમતનગર, સાબરકાંઠા
2) રજૂસિંહ લાલસિંહ મકવાણા, રહે. ભાગ્યોદય સોસાયટી. મોદી ગ્રાઉન્ડની પાસે, બેરણા રોડ, મૂળ રહેવાસી. વરવાડા, તલોદ, હિંમતનગર, સાબરકાંઠા
3) વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા, રહે. જુના બળવંતપુરા, હિંમતનગર, સાબરકાંઠા