હિંમતનગરના પેથાપુર ગામે મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, મકાનમાં બ્લાસ્ટ થતા ગામમાં લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં પણ આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હોવાની વાત સામે આવી છે, એક યુવકને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો છે.


[[$googlead]]

બ્લાસ્ટનો અવાજ આસપાસ વિસ્તારમાં સંભળાયો

હિંમતનગરના પેથાપુર ગામે મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, પેથાપુર ગામે અચાનક એક મકાનમાં ભયાનક બ્લાસ્ટ થતા આખા ગામમાં દહેશતનો માહોલ છવાયો છે, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તાર સુધી અવાજ સંભળાયો હતો અને બ્લાસ્ટની જાણ થતાં જ પોલીસ અને એફ.એસ.એલ.ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તબક્કે બ્લાસ્ટનું કારણ સ્પષ્ટ થયું નથી

તપાસ અધિકારીઓ દ્વારા મકાનની અંદરનાં અવશેષો એકત્ર કરી તપાસ શરૂ કરી છે, બ્લાસ્ટ કેમ થયો તેનું કારણ અકબંધ છે. થોડાક સમય પહેલા કચ્છમાં પણ ભેદી ધડાકો થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, ભેદી ધડાકો કેમ થાય છે તેનું કારણ હજી સામે આવ્યું નથી, પણ ભેદી ધડાકામાં કયારેક લોકોના જીવ પણ

[[$alsoread]]

 

  • Follow us on: