સાબરકાંઠામાં સાબર ડેરીમાં ભાવ ફેર મુદ્દે છેલ્લા ચાર દિવસથી પશુપાલકો આંદોલન કરી રહ્યાં છે. જેમાં ઘર્ષણ થયા બાદ પોલીસે 46 લોકોની અટકાયત કરીને 74 લોકો સામે ફરિયાદ નોંધી છે. હવે પશુપાલકો ડેરીમાં દૂધ નહીં ભરાવી રસ્તા પર જ દૂધ ઢોળી રહ્યાં છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવા માટે અપીલ કરી છે.


[[$googlead]]

ડેરીમાં દૂધની આવકમા લાખો લીટર દૂધનો ઘટાડો થયો

સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે કહ્યું હતું કે, કેટલાક તત્વો રસ્તા પર દૂધ ઢોળી રહ્યાં છે. રાજકીય નેતાઓના માણસો આંદોલન કરાવી રહ્યાં છે. રસ્તા પર ઢોળી દેવાતા લાખો લીટર દૂધનો બગાડ અટકાવવો જોઈએ. ડેરીમાં દૂધની આવકમા લાખો લીટર દૂધનો ઘટાડો થયો છે. પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવા માટે અપીલ કરવામાં આવે છે. રોડ પર ટેન્કરોના વાલ્વ ખોલીને દૂધ ઢોળી દેનારા પશુપાલકો નથી પણ કેટલાક નેતાઓના માણસો અને અસામાજિક તત્વો છે.

[[$alsoread]]

પોલીસ પ્રોટેક્શન વચ્ચે દૂધના 10 ટેન્કર મંગાવ્યા

સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, વડાલી, ઇડરમાં દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. પશુ પાલકો દૂધ ડેરીમાં ભરાવાની જગ્યાએ ઘરે રાખી રહ્યાં છે. આવકની સામે વ્યાપક પ્રમાણમાં ખર્ચ વધી રહ્યો છે. બીજી તરફ અરવલ્લીના મોટાભાગના ગામોમાં દૂધ લેવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.સાબરડેરીએ દૂધની ઘટ દૂર કરવા નવો કીમિયો અપનાવ્યો છે. બનાસ ડેરીમાંથી પોલીસ પ્રોટેક્શન વચ્ચે દૂધના 10 ટેન્કર મંગાવ્યા છે.


  • Follow us on: