ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના પરિણામે, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલાસણા રોડ પાસે કેટલાક લોકો ટ્રેક્ટર સાથે નદીના પાણીમાં ફસાયા હોવાના અહેવાલ મળતા તેમને બચાવવા માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ રવાના થઈ હતી. જોકે, આ બચાવ કામગીરી દરમિયાન જ નદીના પ્રવાહની તીવ્રતા એટલી વધારે હતી કે NDRFની બોટ પાણીના ઘોડાપૂરમાં તણાઈ ગઈ હતી.
બચાવકર્તાઓનો જીવ જોખમમાં













