અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે અનેરા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે.
આ પવિત્ર દિવસે ભષવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે શામળાજીનું પ્રખ્યાત શામળિયા ભષવાનનું મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે. જન્માષ્ટમીના દિવસે સવારથી જ ભક્તો શામળિયાના દર્શન માટે ઉમટયા હતા. મંદિરના પૂજારીઓ દ્વારા શ્રીકૃષ્ણની મૂર્તિનો વિશેષ શણષાર કરવામાં આવ્યો હતો, જેમાં ભષવાનને રેશમી વસ્ત્રો અને ઝવેરાતથી સજાવવામાં આવ્યા હતા. ભક્તોએ ભજન-કીર્તન અને શ્રીકૃષ્ણની લીલાઓનું ષાન કરીને ભક્તિરસમાં ડૂબી જવાનો આનંદ માણ્યો હતો. મંદિર પરિસરમાં શ્રીકૃષ્ણની બાળ લીલાઓ અને રાસલીલાનું નાટયરૂપે પ્રદર્શન પણ યોજાય છે જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
યાત્રાધામ શામળાજીમાં શનિવારે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે પ્રથમ વખત મંદિર પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મ, નાગદરમન, ગોવર્ષન પર્વત જેવી ઝાંખીઓનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવતાં ભક્તોએ ઝાંખીઓ નિહાળી ધન્યતા અનુભવી હતી. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભગવના શામળિયાને ચાર કરોડનો કિંમતી મુગટ ધરાવવામાં આવ્યો હતો. જ્યારે 15 કિલો સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સવારે છ વાગ્યે મંદિર ખુલતાં જ શ્રાધ્ધાળુઓની દર્શન માટે કતારો લાગી હતી. જન્માષ્ટમીના દિવસે મોડી રાત સુધી અને બીજા દિવસે પારણાંના દિવસે પણ શ્રાધ્ધાળુઓનો ધસારો રહ્યો હતો. ભે દિવસમાં શામળાજીમાં મંદિરમાં 2.5 લાખ કરતાં વધુ શ્રાધ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો હતો.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને પગલે શામળાજી નગરને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યુ હતું અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી જનમેદની જોડાઈ હતી અને નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી ના નાદ સાથે શ્રાધ્ધાળુઓ ભક્તિમાં તરબોળ થયા હતા. યુવક મંડળ દ્વારા સમગ્ર શામળાજી નગરમાં 108 મટકીઓ ફોડવામાં આવી હતી અને ઉલ્લાસભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.