હિંમતનગર નેશનલ હાઇવે પર સ્ટ્રીટ લાઈટના પોલ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં નેશનલ હાઇવેનું કામ કરતી એજન્સીની બેદરકારી સામે આવી છે. સ્ટ્રીટ લાઈટના પોલ લગાવતી વખતે પોલ બ્રિજ નીચે પડ્યા હતા. બ્રિજની બાજુમાંથી પ્રસાર થતા બાઇક ઉપર પોલ પડ્યો હતો.બાઇક ચાલક સહિત એક વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલમાં ખસેડાયો હતો. એજન્સીની બેદરકારી દાખવી કામ કરતી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે..

સ્ટ્રીટ લાઈટના પોલ પડ્યા
હિંમતનગરના મોતીપુરામાં હાઇવે પર દુર્ઘટના સામે આવી છે. ક્રેનથી પોલ લગાવવાની કામગીરી દરમ્યાન પોલ બ્રિજના નીચે પડયા હતા.આ ઘટનામાં બાઇકચાલક સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના બાદ એજન્સીના લોકો પલાયન થઈ ગયા હતા. એજન્સીની આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ લોકો દ્વારા કરવામાં આવી છે.

એજન્સીની બેદરકારી સામે આવી
નૅશનલ હાઇવેની કામગીરી કરતી એજન્સીની સુરક્ષાના સાધનો વગર લોકોના જીવ જોખમાય તે રીતે કામગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.સ્ટ્રીટ લાઈટના પોલ લગાવતી વખતે સુરક્ષાનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું ન હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એજન્સી જ્યારે પોલ લગાવવાની કામગીરી કરી રહી હતી ત્યારે બ્રિજ નીચેથી લોકો પસાર થઈ રહ્યા હતા. એજન્સીએ રોડ બંધ કરવાની પણ તસ્દી ન લેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે.

  • Follow us on: