સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં એક ગમગીનીભરી ઘટના સામે આવી છે. જ્યાં પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ઇડર તાલુકાના સિંગા ગામની છેવાડે આવેલા હેર તળાવમાંથી 40 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક વ્યક્તિ એકલારા ગામનો વતની બળવંતભાઈ નાઈ હોવાનું જાણવા મળ્યું છે.
સિંગા ગામની છેવાડે આવેલ હેર તળાવ માંથી મળ્યો મૃતદેહ
જેમનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આસપાસના ખેડૂતોએ તળાવના પાણીમાં લાશ તરતી જોઈ હતી. જેના પગલે તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ઇડર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને તળાવમાંથી બહાર કાઢી હતી.













