
Bhavnagar: રિંગ રોડ પર હિટ એન્ડ રન જેવી ભયાવહ ઘટના, બે યુવકોના કરુણ મોતથી પરિવાર સ્તબ્ધ

Jun 07, 2026 09:44 am
સાબરકાંઠાના હિંમતનગરમાં તસ્કરો બેફામ,ગાંભોઈમાં બંધ મકાનમાં ચોરીની ઘટના,તસ્કરોએ 8.04 લાખનો મુદ્દામાલ ચોર્યો,લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ્યા,તિજોરી વેરવિખેર કરી દાગીના ચોરાયા,સોના અને ચાંદીના દાગીના ગાયબ,રોકડ 24 હજાર રૂપિયા પણ ચોરાયા,કરિયાવરના દાગીનાઓ પર હાથફેરો થયો,પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jun 07, 2026 09:43 am
ભાવનગર રીંગ રોડ પર ગમખ્વાર અકસ્માત,કારે બાઈક સવારોને અડફેટે લેતા 2ના મોત,અકસ્માત બાદ કાર ટેન્કર પાછળ ઘૂસી,બંને બાઈક સવારો ગંભીર ઇજાગ્રસ્ત થયા,સર ટી હોસ્પિટલમાં સારવાર અપાઈ,સારવાર દરમિયાન બંને યુવકોના મોત,કાર ચાલક પણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો,ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો,પોલીસ ઘટનાસ્થળે પહોંચી વઘુ તપાસ હાથ ધરી.
Jun 07, 2026 09:32 am
મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં મોંઘવારીનો વધુ એક માર,LPG ગેસ સિલિન્ડરમાં રૂ.29નો વધારો,ઘરેલુ બજેટ પર વધારાનો બોજ,ગૃહિણીઓમાં ભાવવધારા સામે રોષ,રોજિંદા ખર્ચમાં વધારો થવાની આશંકા.LPG ભાવ ઘટાડવાની માગ ઉઠી,દેશભરમાં નવા દર અમલમાં આવ્યા.
Jun 07, 2026 09:31 am
અરવલ્લીના ભિલોડા હાઈવે પર ગંભીર અકસ્માત,ડાયવર્ઝન પાસે બાઈક ખાડામાં ખાબકી,બે સગા ભાઈઓ અકસ્માતમાં સપડાયા,એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું,બીજો ભાઈ ઇજાગ્રસ્ત હાલતમાં બચ્યો,હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો,મોડાસા ફાયર ટીમ સ્થળે પહોંચી,મૃતદેહ ખાડામાંથી બહાર કઢાયો.
Jun 07, 2026 09:25 am
રાજ્યમાં 8 થી 12 જૂન સુધી રહેશે વરસાદી માહોલ
રાજ્યમાં 8 થી 12 જૂન સુધી રહેશે વરસાદી માહોલ,સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ,8 થી 10 જૂન દરમિયાન દ.ગુજરાતમાં અસર,વલસાડ,નવસારી,ડાંગ,તાપીમાં પડશે હળવા વરસાદ,11-12 જુને છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં એલર્ટ,ભરુચ સહિત 14 જિલ્લામાં એલર્ટ જારી,પવન સાથે હળવા વરસાદની શકયતા,ચોમાસાના પ્રારંભ પૂર્વે જ વાતાવરણમાં પલટો,પાકને નુકસાન થવાની ભીતિ,ધરતીપુત્રો અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી.
Jun 07, 2026 09:17 am
GPSCની પ્રિલિમ પરીક્ષા યોજાશે
આજે GPSCની પ્રિલિમ પરીક્ષા યોજાશે,268 જગ્યાઓ માટે પ્રિલિમ પરીક્ષા યોજાશે,75 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા,દિવ્યાંગ ઉમેદવારો પણ આપશે પરીક્ષા,826 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા,દિવ્યાંગ ઉમેદવારોને મળશે વધારાનો સમય,સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી પરીક્ષા,19 જિલ્લાના 323 સેન્ટરો પર યોજાશે પરીક્ષા,અમદાવાદના 57 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે પરીક્ષા,અમદાવાદમાં 13,298 ઉમેદવાર આપશે પરીક્ષા.
Jun 07, 2026 08:33 am
સુરતનાં ઓલપાડના સાયણમાં આગ,બાલાજી એસ્ટેટમાં આગ લાગી,કાપડ બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી,આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો,ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઘટના બની,ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાઈ,ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચ્યા,આગ કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાયા.
Jun 07, 2026 08:18 am
રાજકોટમાં રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી,ગોંડલના દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ,6.18 કરોડની છેતરપિંડીનો આક્ષેપ,ઊંચા વળતર અને શેરની લાલચ અપાઈ,ટેક્સટાઇલ કંપનીમાં રોકાણ કરાયું હતું,જલ્પાબેન રૈયાણીએ ફરિયાદ નોંધાવી,દિવ્યેશ અને નીલમ સાવલિયા સામે કેસ,બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jun 07, 2026 08:15 am
ગીર સોમનાથમાં યુવક પર જીવલેણ હુમલો,પ્રભાસ પાટણ તાલાળા ચોકડી પાસે હુમલો,85 હજારની ઉઘરાણી મુદ્દે 5 શખ્સો તૂટી પડ્યા,હોકી, લાકડીથી બેફામ મારામારી કરાઈ,યુવકને ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ,યુવક બેભાન થતા વેરાવળ સિવિલ ખસેડાયો,5 આરોપીઓ સામે ગુનો નોંધાયો,આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ.
Jun 07, 2026 08:12 am
મોરબીમાં હળવદની હોટેલમાં આગ,ક્રોસ રોડ હોટેલમાં આગ ભભૂકી,આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો,ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા,ફાયર સેફ્ટી છતાં આગ કાબૂમાં ન આવી,હળવદ ફાયર ટીમ સ્થળે પહોંચી,આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ.
Jun 07, 2026 08:00 am
અમદાવાદમાં યોજાઈ સાયકલોથન,રિવરફ્રન્ટ ખાતે સાયક્લોન યોજાઈ,ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત આયોજન,મેયર, મ્યુ. કમિશનર,સાંસદ રહ્યા હાજર,AMCના પદાઅધિકારીઓ રહ્યા હાજર,મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધો ભાગ.
Jun 07, 2026 07:59 am
રાજકોટમાં રોગચાળો અટકાવવા કાર્યવાહી,પાણીજન્ય રોગોમાં થઈ રહ્યો છે વધારો,વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું,પાણીનું કલોરીનેશન શરૂ કરાશે,શુદ્ધ પાણી માટે ખાસ પગલાં લેવાશે,ઝાડા ઉલટીના કેસમાં ઘટાડાનો લક્ષ્ય,ટાઈફોઈડ નિયંત્રણ માટે પ્રયાસ તેજ.
Jun 07, 2026 07:57 am
મહેસૂલ વિભાગના અધિકારીઓની બદલી
મહેસૂલ વિભાગના અધિકારીઓની બદલી,જમીન દફતર નિરીક્ષકની બદલીઓ કરાઈ,70થી વધુ અધિકારીની બદલી કરવામાં આવી,બદલી સાથે વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા,જગ્યાઓનું તાલુકા સ્તરે વિકેન્દ્રીકરણ બાદ બદલીઓ.
Jun 07, 2026 07:41 am
દેશભરમાં LPG ના નવા ભાવ અમલમાં
દેશભરમાં LPG ના નવા ભાવ અમલમાં આવી ગયા છે. 7 જૂનથી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં LPG ના ભાવ ₹29 વધીને ₹942 થઈ ગયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે પણ એક નવું અપડેટ આવ્યું છે.
Jun 07, 2026 07:39 am
સુરતમાં 16 વર્ષથી ફરાર છેતરપિંડીના આરોપી ઝડપાયો સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી રમેશસિંહ જાદોનને ઉત્તરપ્રદેશના ઝાંસીથી ઝડપી પાડ્યો,વર્ષ 2010 માં પુણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાયો હતો,આરોપીએ પોતાના ભાણેજ સાથે મળીને એક વેપારી સાથે રૂપિયા 2 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી.
Jun 07, 2026 07:32 am
વડોદરામાં સ્વ. યોગેશ પટેલની પ્રાર્થનાસભા
વડોદરામાં સ્વ. યોગેશ પટેલની પ્રાર્થનાસભા,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે,શ્રદ્ધાસુમન અર્પણ કરવા ઉપસ્થિત રહેશે,નવલખી મેદાન ખાતે આયોજન કરાયું,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો,મંત્રીઓ અને આગેવાનો પણ હાજર રહેશે,વિશાળ એર-કંડિશન્ડ ડોમ તૈયાર કરાયો.
Jun 07, 2026 07:31 am
થરાદમાં આજે વીજ પુરવઠો બંધ,GETCO સબ સ્ટેશનમાં સમારકામ હાથ ધરાશે,સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી,મોટાભાગના વિસ્તારોમાં અસર રહેશે,સમારકામ માટે પૂર્વ આયોજન કરાયું,ગરમી વચ્ચે લોકો મુશ્કેલી અનુભવી શકે.
Jun 07, 2026 07:30 am
રાજકોટમાં ફ્રેન્ચાઇઝી આપવાના નામે 29લાખની છેતરપિંડી
રાજકોટમાં કારખાનેદાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી,ફ્રેન્ચાઇઝી આપવાના નામે 29લાખની છેતરપિંડી,ગૂગલમાં સર્ચ કરતા અસલીના બદલે બનાવતી કંપનીનો શિકાર બન્યો હતો,ફ્રેન્ચાઇઝી મેનેજરે બનાવટી દસ્તાવેજો મોકલી આચરી છેતરપિંડી,અલગ અલગ લાલચ આપી દોઢ મહિના સુધી પૈસા પડાવ્યા,હિતાર્થ અમીપરાએ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવી ફરિયાદી.
Jun 07, 2026 07:21 am
પાંડેસરા વિસ્તારમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું,પાંડેસરા પોલીસને લાવારીસ હાલતમાં મળી આવેલી નવજાત બાળકીને પોલીસે માત્ર દત્તક લીધું,પોલીસ સ્ટેશનમાં તેની 'છઠ્ઠી'નો કાર્યક્રમ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે,પોલીસ સ્ટાફે લાડકવાઈ બાળકીનું નામ પ્રેમથી કશિશ રાખ્યું છે,સુરત પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છેકે, ખાખી માત્ર સુરક્ષા જ નહીં,પરંતુ જરૂર પડ્યે સંવેદના અને માતૃત્વની ભૂમિકા પણ નિભાવે છે.
Jun 07, 2026 07:18 am
ઉકાઈ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો,2.7 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો,સવારે 5.1 વાગ્યે આંચકો અનુભવાયો,ભૂકંપનું કેન્દ્ર ઉકાઈથી 32 કિમી દૂર.
Jun 07, 2026 07:05 am
દેશના 19 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી,દિલ્હી, યુપી, બિહાર સહિતના રાજ્યોમાં ચેતવણી,85 કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે,પવન સાથે ભારે વરસાદની પણ આગાહી.
Jun 07, 2026 07:04 am
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ખાસ આયોજન
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ખાસ આયોજન,દિલ્હીમાં ફિટ ઇન્ડિયા કાર્યક્રમ,મનસુખ માંડવિયા કાર્યક્રમમાં ભાગ લીધો,અભિનેતા વિક્રાંત મેસી પણ જોડાયા,જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજન,ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ,કાર્યક્રમનું 77મું સંસ્કરણ યોજાયું.
Jun 07, 2026 07:01 am
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન લખનૌની મુલાકાતે
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન આજે લખનૌની મુલાકાતે,રાજનાથ સિંહ વાર્તાલાપ સત્રમાં જોડાશે,આલમબાગ ખાતે કાર્યક્રમનું આયોજન,કેન્ટ મંડલ-1 વિસ્તારનું આયોજન,જીપી હોટેલ અને બેન્ક્વેટમાં બેઠક,પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે,અગ્રણી વ્યક્તિઓ પણ હાજર રહેશે.
Jun 07, 2026 06:56 am
રાજ્યમાં વરસાદ અને ઉકળાટ રહેશે,છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં વરસાદની આગાહી,ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં આગાહી,દમણ, દાદરા નગર હવેલી, અમરેલીમાં આગાહી,ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં આગાહી,સાયકલોનીક સર્ક્યુલેશ,વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય,બે સિસ્ટમથી પડશે રાજ્યમાં વરસાદ પડશે.
Jun 07, 2026 06:55 am
નિકોલ જ્વેલર્સ લૂંટ કેસમાં મહત્વનો વળાંક,પોલીસ સામેની અરજી કોર્ટે ફગાવી,આરોપી કેસ ગેરમાર્ગે દોરે છે: કોર્ટ,કોર્ટે મહિલાના આક્ષેપ અયોગ્ય ગણાયા,તપાસમાં હસ્તક્ષેપ ન કરી શકાય: કોર્ટ,પોલીસ સામે ગંભીર આરોપ લગાવાયા હતા,પોલીસ પર સોનું અને રોકડ રાખ્યાનો આરોપ.
Jun 07, 2026 06:54 am
GPSC પ્રિલિમનરી પરીક્ષાનું આજે આયોજન,સુરતમાં 7103 ઉમેદવારો પરીક્ષા આપશે,30 શાળાઓમાં કેન્દ્રોની વ્યવસ્થા કરાઈ,કુલ 296 બ્લોકમાં પરીક્ષા યોજાશે,સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ,ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત કરાયા,નિરીક્ષકોની ટીમ પણ ફરજ પર,પરીક્ષા પારદર્શક રીતે યોજવાની તૈયારી.

Bhavnagar: રિંગ રોડ પર હિટ એન્ડ રન જેવી ભયાવહ ઘટના, બે યુવકોના કરુણ મોતથી પરિવાર સ્તબ્ધ

Ahmedabad : ટ્રાફિકની ખાસ ડ્રાઈવ પૂર્ણ, 1,156 વાહનચાલકો સામે ગુના નોંધાયા

Rajkot: ટેક્સટાઇલ કંપની અને શેરના નામે ગોંડલના દંપતીએ આચરી રૂ. 6.18 કરોડની છેતરપિંડી

Morbi : હળવદની હોટલમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો

Gandhinagar: રાજ્યમાં 70થી વધુ જમીન દફતર નિરીક્ષકોની બદલીના આદેશ, મહેસૂલ વિભાગ એક્શન મોડમાં

YES બેન્ક મુકાશે મુશ્કેલીમાં? મહારાષ્ટ્ર GST વિભાગે ફટકારી નોટિસ

WhatsApp યુઝર્સ માટે સારાં સમાચાર, હવે મેસેજ વાંચતા જ આપમેળે ડિલીટ થઇ જશે

15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ પર પરિવાર સાથે રહેશે, તમામ ખર્ચ BCCI ઉઠાવશે

Donald Trump: ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો ઝટકો, AI નીતિ સલાહકાર શ્રીરામ કૃષ્ણનનું રાજીનામું

Bihar : ખાન સરના કોચિંગ સેન્ટરમાં નિયમોના ધજાગરા! ફાયર વિભાગે ફટકારી નોટિસ

YES બેન્ક મુકાશે મુશ્કેલીમાં? મહારાષ્ટ્ર GST વિભાગે ફટકારી નોટિસ