વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે પધાર્યા છે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાથી લઈને નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) સુધી વિકાસકાર્યો અને સાંસ્કૃતિક ઉત્સવોનો અનોખો સંગમ જોવા મળશે. પીએમ મોદી બનાસકાંઠાના ભીલડી ખાતેથી રાજ્યભર માટે ₹14 હજાર કરોડથી વધુના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જ્યારે દેશભરના કરોડો ખેડૂતો માટે 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજના અંતર્ગત 24મા હપ્તાની રકમ સીધી બેંક ખાતામાં જમા કરાવશે. આ ઉપરાંત, બે નવી પેસેન્જર ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
બનાસકાંઠા - ભીલડીમાં રોડ-શો અને ભવ્ય વિકાસ ભેટ
સવારે 8:30 કલાકે પીએમ મોદી ડીસા એરપોર્ટ ખાતે આગમન કરશે, જ્યાંથી ભવ્ય રોડ-શો યોજાશે. સ્થાનિક જનમેદની દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.સવારે 9: 00 કલાકે: ભીલડી ખાતે પહોંચી 127 એકર વિશાળ ક્ષેત્રફળમાં આકાર પામેલા અદ્યતન 'BBBRC કેટલ ફાર્મ' (બોવાઈન બ્રીડીંગ રિસર્ચ સેન્ટર) ની મુલાકાત લેશે. સાથે જ અદ્યતન ET IVF લેબનું નિરીક્ષણ કરશે.યુવા, મહિલા અને સૈનિક સ્કૂલના બાળકો સાથે સંવાદ, પીએમ મોદી બનાસકાંઠા સૈનિક સ્કૂલના બાળકો, પશુપાલક મહિલાઓ અને સ્થાનિક યુવાનો સાથે વિશેષ સંવાદ સાધશે. જાહેર મહાસભા અને યોજનાઓ: ભીલડી ખાતેથી વિશાળ જનમેદનીને સંબોધિત કરી પીએમ કિસાન નિધિના 24મા હપ્તાને રિલીઝ કરશે, બે નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે અને ₹14 હજાર કરોડથી વધુના કામો ખુલ્લા મૂકશે.બપોરે ભીલડીથી પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે.

