પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના સળંગ 25 વર્ષ આવતી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે તેમના જન્મદિવસથી જ એક મહિના સુધી સમગ્ર દેશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના શાસન અને સંગઠનના અનોખા વર્ક કલ્ચરને કારણે સામાન્ય કાર્યકર્તામાંથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનેલા PM મોદીની આ 25 વર્ષની અવિરત જનસેવા સાધનાને 12 વિવિધ માધ્યમો દ્વારા જન-જન સુધી પહોંચાડવામાં આવશે.
'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' અને ગરીબ કલ્યાણ
વર્ષ 2001 માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ નરેન્દ્ર મોદીના દૃઢ મનોબળ અને નેતૃત્વના કારણે રાજ્ય પુનઃ ધમધમતું થયું હતું. તેમણે આપેલો ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’નો મંત્ર આજે દેશના વિકાસનો આધાર બની ચૂક્યો છે. છેલ્લા 25 વર્ષમાં એક પણ દિવસ આરામ કર્યા વગર રાષ્ટ્રસેવા કરનાર PM મોદીએ કરોડો ગરીબોને મફત રાશન, ઘરવિહોણાઓને પાકા મકાન, ડિજિટલ પેમેન્ટ દ્વારા પારદર્શિતા અને દેશવ્યાપી નશાબંધી-નશામુક્ત અભિયાન જેવા અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે.
