રાજકોટના ધોરાજી તાલુકાના પાટણવાવમાં ઓસમ ડુંગર પર 12 લોકો દર્શન કરવા માટે ગયા હતા અને મોડી રાત્રે રસ્તો ભટકી ગયા હોવાથી લોકો ફસાયા હતા તો તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતા પોલીસ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.


[[$googlead]]

રાત્રે દર્શન કરવા માટે મંદિરે ગયા હતા અને રસ્તો ભૂલી ગયા હતા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવમાં ઓસમ ડુંગર ઉપર ગયેલા 12 લોકો ફસાતા તેમને સુરક્ષિત નીચે ઉતાર્યા હતા, ધોરાજી વન વિભાગની ટીમે તમામ લોકોને બચાવી લીધા હતા, કેશોદ ગામથી 12 લોકો પાટણવાવ ગામે ઓસમ ડુંગર પર આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે મોડી રાત્રે નિકળ્યા હતા, પણ ઓસમ ડુંગર ઉપર ચડ્યા બાદ રસ્તો ભુલી જતાં કેશોદનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો અને આવા અજ્ઞાત રસ્તામાં ભયભીત પણ થયા હતા.

ઓસમ ડુંગર મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી ઓળખાય છે

સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા. એમની માન્યતા પ્રમાણે પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે લડી ગઈ હતી. બન્નેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં મોજુદ છે. 

[[$alsoread]]

  • Follow us on: