આજે ઇન્ટરનેશનલ યોગા દિવસ છે. આખુ વિશ્વ યોગના રંગમાં રંગાયુ છે. દેશના દરેક ખૂણે ખૂણે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નદી કિનારો, સમુદ્ર અને પહાડોમાં પણ યોગાભ્યાસ કરવામાં આવ્યો છે. રાજકીય દિગ્ગજો સહિત સૌ વિદેશી દિગ્ગજો પણ યોગાના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ત્યારે ગુજરાતનું પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પણ યોગદિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી.


અંબાજીમાં યોગ ગરબા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિપીઠ અંબાજી ખાતે યોગ દિવસ નિમિત્તે ગરબા યોગ યોજાયા હતા. આદ્યાત્મિકતા સાથે ચાચર ચોકમાં વહેલી સવારે ગરબાની ગુંજ સાંભળવા મળી હતી. ગરબાના તાલે વિદ્યાર્થીઓ સહિત સૌ કોઇએ યોગા કર્યા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ગરબા વાગી રહ્યા હતા અને યોગના સ્ટેપ્સ લઇને યોગ ગરબા કરવામાં આવ્યા.

રાજ્યકક્ષાનો યોગ દિવસ ક્યાં ઉજવાયો? 

મહેસાણાના વડનગરમાં યોગ દિસવની ઉજવણી કરવામાં આવી છે, 11મા ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી મહેસાણના વડનગરમાં કરાઈ છે, વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી હાજર રહ્યાં હતા અને 2 મિનિટમાં ભુજંગશાનનો નોંધાયો વલ્ડ રેકોર્ડ નોંધાયો છે. શર્મિષ્ઠા તળાવ ખાતે 3 હજારથી વધુ લોકોએ યોગ કર્યા હતા.

ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય

17 મહાનગરપાલિકા-નગરપાલિકા - ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો - 251 તાલુકા પંચાયતો –શાળા-કોલેજો - 6500 વેલનેસ સેન્ટર્સ – 33 જિલ્લાઓના પોલીસ હેડક્વાટર્સ - પોલીસ મથકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો - ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અને ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો યોજાયા છે. ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય છે.

યોગ ફોર વન અર્થ-વન હેલ્થની થીમ

“યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

  • Follow us on: