જાફરાબાદમાં 10 દિવસ પહેલા દરિયામાં 3 બોટે જળસમાધિ લીધી હતી તેથી લાપતા બનેલા 3 બોટના 8 ખલાસીઓની શોધખોળ કરાઇ રહી છે. પણ હજું સુધી તેમનો કોઇ પતો મળ્યો નથી. કોસ્ટગાર્ડ દ્વનારા આ ખલાસીઓની શોધખોળ કરાઇ રહી છે પણ હવે માછીમારો પણ પોતાના ભાઇઓને શોધવા માટે દરિયામાં નિકળ્યા છે.

દરિયામાં ગયેલા 8 ખલાસી દરિયો તોફાની બનતા લાપતા

હાલ ઘણા સમય પછી દરિયો શાંત થતાં હવે માછીમારો પણ ખલાસીઓને શોધવા માટે નિકળ્યા છે. જાફરાબાદમાં દરિયામાં ગયેલા 8 ખલાસી દરિયો તોફાની બનતા લાપતા થયા હતા. આ ઘટનાને 10 દિવસ વિતી ગયા છે પણ હજું સુધી તેમની કોઇ ભાળ મળી નથી

હવે માછીમારો પણ શોધવા નિકળ્યા

માછીમારો હવે દરિયો શાંત થતાં ખલાસીઓને શોધવા માટે નિકળ્યા છે.,માછીમારોએ અલગ અલગ 10 ટીમો બનાવી જાતે શોધખોળ શરૂ કરી છે. પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા પણ ખલાસીઓની શોધખોળ કરાઇ રહી છે પણ હવે માછીમારો પણ શોધવા નિકળ્યા છે. દરિયામાં હાલ સ્થિતી સારી છે અને વરસાદ તથા મોજાનું પ્રમાણ ઘટી ગયું છે જેથી હવે શોધખોળ કરાઇ રહી છે.

દરિયામાં કન્ટેનરો પણ તરતા જોવા મળ્યા

દીવ દરિયા નજક થોડા દિવસ પહેલાં શિપમાંથી કન્ટેનરો પણ દરિયામાં પડ્યા હતા તે કન્ટનરો બહાર કાઢવામાં આવ્યા છે. દરિયામાં કન્ટેનરો પણ તરતા જોવા મળ્યા હતા. હાલ લાપતા ખલાસીઓને શોધવા માટે માછીમારો મધદરિયે પહોંચ્યા છે અને લાપતા ખલાસીઓને ગમે તે ભોગે દરિયામાંથી શોધી લાવવા માટેની કવાયતો તેજ કરાઇ છે.