CM ભૂપેન્દ્ર પટેલ ભરૂચના જંબુસરની મુલાકાતે પહોંચ્યા હતા. કાવી કંબોઇમાં પ્રાચીન શિવલિંગના દર્શન કર્યા હતા. CMએ કાવી કંબોઇમાં ભક્તોને ભોજન પીરસ્યું છે. આ સમયે MLA દેવ કિશોર સ્વામી સહિત હાજર રહ્યા હતા. ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ (ભોલા ભાઈ )પટેલ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.


[[$googlead]]

CM ભૂપેન્દ્ર પટેલ ભરૂચના જંબુસરની મુલાકાતે

[[$alsoread]]

શ્રાવણ મહિનાના બીજા સોમવારે CM ભૂપેન્દ્ર પટેલ કંબોઇ સ્થિત પ્રાચીન સ્થંભેશ્વર મંદિરે પધાર્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દર્શન કરવા આવેલા લોકોને પોતાના હાથે પ્રસાદી પીરસી લોકોને ભાજન કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ (ભોલા ભાઈ )પટેલ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

 જંબુસરમાં ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જંબુસરમાં કાવી કંબોઇ સ્થંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલિંગના દર્શન કરવા પહોંચ્યા હતા. કંબોઇ મંદિર ખાતે યજ્ઞ કરી પૂજા અર્ચના કરી હતી. જંબુસર નગરપાલિકા વિસ્તારને 32.75 કરોડની ભેટ આપી છે. જંબુસરમાં 32.75 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જંબુસરમાં આ યોજનાથી શહેરમાં સ્વચ્છતા માટે એક મહત્વનું પગલું રહશે.


  • Follow us on: