ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા ગુજરાતના યુવાનો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૈન્યમાં અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ (CLK/SKT) ની જગ્યાઓ માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી આગામી 12 ઓક્ટોબર 2026 ના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા વિસાપુર ખાતેના તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હાથ ધરવામાં આવશે.

Announcement of Agniveer recruitment rally under ARO Jamnagar

ARO જામનગર હેઠળના 13 જિલ્લા અને દીવના ઉમેદવારો લાયક

આ ભરતી રેલીમાં ARO (આર્મી રિક્રુટિંગ ઓફિસ) જામનગર હેઠળ આવતા કુલ 13 જિલ્લાઓ તેમજ દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ) ના ઉમેદવારો ભાગ લઈ શકશે. જેમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારના પાત્રતા ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થાય છે. શોર્ટલિસ્ટ થયેલા તમામ ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર સત્તાવાર એડમિટ કાર્ડ મોકલી આપવામાં આવ્યા છે.

Announcement of Agniveer recruitment rally under ARO Jamnagar

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા અને રિપોર્ટિંગ સમય અંગે સૂચના

ભરતી રેલીમાં ભાગ લેનાર ઉમેદવારોએ 'Join Indian Army' ની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના Username અને Password વડે લોગિન કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. ભરતી રેલી માટે ઉમેદવારોએ 12 ઓક્ટોબરે રાત્રે 12:15 કલાકે સ્થળ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે. ઉમેદવારોને વેબસાઈટ પર જરૂરી તમામ સૂચનાઓ અને વિગતો ચકાસીને તમામ અસલ દસ્તાવેજો સાથે સમયસર પહોંચવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો