જામનગરમાં ઓગસ્ટ 2021થી નિર્માણાધિન એવા સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કીલોમીટરની લંબાઈનો ફ્લાય ઓવર રૂ.226 કરોડના ખર્ચે સંપુર્ણ તૈયાર થઈ ગયો છે.


હાલ બ્રિજની નીચેના ગાળામાં પાર્કિંગ રચવાની, સર્વીસ રોડની કામગીરી તેમજ બ્રિજની ઉપર રિફ્લેક્ટર્સ લગાવવાની, પીળા-કાળા-સફેદ પટ્ટા મારવાની કામીગીરી પુર્ણતાને આરે છે. બ્રિજ ઉપરની લાઈટો ચારેક દિવસોમાં ઝળહળી ઉઠશે. દશેરા પછી આ બ્રિજના લોકાર્પણનું લોકાર્પણ ગમે ત્યારે થઈ શકે. શહેરના જી.જી. હોસ્પિટલથી લાલબંગલા તરફની ગુરુદ્વારા ચોકડી અને પટેલકોલોની, ગાંધીનગર, બેડી તરફથી શહેરના કોમર્શિયલ વિસ્તાત તરફનો ટ્રાફીક ધરાવતી અંબર ચોકડી ઉપરની ટ્રાફીક સમસ્યા હળવી કરવા તેમજ રાજકોટ કે દ્વારકા તરફથી આવતા વાહનોના ટ્રાફીકને અન્ય વિકલ્પ મળી રહે તે માટે સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીનો ફ્લાય ઓવર બનાવવા રાજ્ય સરકારએ રૂ.197 કરોડની ગ્રાન્ટ ફાળવણી કર્યા બાદ બાદ શરુ થયેલું કામ હવે 100 ટકા પુરું થયું છે. હવે બ્રિજની હેઠળના કામો ચાલુ છે. કામ ઘણું ધીમું ચાલ્યું હોવાના ઘણી વખત આક્ષેપો થઈ ચુક્યા છે. વિલંબના કારણોમાં તંત્રએ ખુલાસો કર્યો હતો કે, બ્રિજ નિર્માણકાર્ય સાથે સાથે મ્યુ. તંત્રને પોતાની વરસાદી પાણીની કેનાલ, ભુગર્ભ ગટર, સ્ટ્રીટલાઈટો, પાણીની અંડરગ્રાઉન્ડ મેઈન લાઈન, વીજ તંત્રને પોતાની ઓવર હેડ વીજ લાઈનો અને અંડરગ્રાઉન્ડ એવી 66 કેવીની વીજ લાઈનોનું સ્થાન બદલવાની કામગીરી કરવી પડી હતી.


  • Follow us on: