ગુજરાતમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જામનગર (Jamnagar) જિલ્લાના કાલાવડ (Kalavad) તાલુકાના હરિપર મેવાસા (Haripar Mevasa) ગામમાં SOG (Special Operations Group) ની ટીમે બાતમીના આધારે એક રહેણાંક મકાન પર સપાટાબંધ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનની અંદર ગેરકાયદેસર રીતે ચાલતી નકલી દૂધ (Fake Milk) બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.
મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને દૂધ પાવડર જપ્ત
સ્થળ તપાસ દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગની ટીમને ત્યાંથી મોટા પ્રમાણમાં ભેળસેળ કરવાની સામગ્રી મળી આવી હતી. પોલીસે દરોડા દરમિયાન કુલ 486 લીટર શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધનો જથ્થો, 75 કિલોગ્રામ વનસ્પતિ ઘી તેમજ 44 કિલોગ્રામ દૂધનો પાવડર (Milk Powder) જપ્ત કર્યો છે. આ તમામ સામગ્રીનો ઉપયોગ કેમિકલ અને પાવડરની મદદથી નકલી દૂધ બનાવવા માટે થતો હતો. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આ જથ્થામાંથી સેમ્પલ (Samples) લઈને ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને બાકીના હાનિકારક જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
