જામનગર આરટીઓ દ્વારા શહેરના ટ્રાફિક નિયમન ભંગ બદલ વાહનચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં આરટીઓ દ્વારા 3 મહિનાથી લઇ 6 મહિના સુધીના વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ જે કોઈ વાહન ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ થયું હોય અને તે વાહન ચાલવતા ઝડપાય તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


[[$googlead]]

ટ્રાફિક પોલીસ દ્વારા પણ મેમો ઈસ્યું કરાય છે

જામનગરમાં આર.ટી.ઓ. કચેરી દ્રારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરીને દંડ ઉપરાંત લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. જામનગરમાં ટ્રાફીક નિયમોનો ભંગ કરીને ડ્રાઈવિંગ કરનારાઓ હવે ચેતજો. જો ઓવરસ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, રોંગ સાઈડમાં વાહનો દોડવનાઓને ટ્રાફિક પોલીસ દ્રારા ઝડપીને મેમો ઈસ્યું કરાય છે અને તેમનું લાઈસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓ ઓથોરિટીને જાણ કરવામાં આવે છે.

[[$alsoread]]

જામનગરમાં 106 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

છેલ્લા 8 માસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરીને 106 વાહન ચાલકોના લાઈસનસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 20 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા નોટિસો આપીને સપાટો બોલાવી દીધો છે. છેલ્લા પાંચ વર્ષમાં આરટીઓએ 498 વાહન ચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે. જેના આધારે આરટીઓ કચેરીમાં યોજવામાં આવતી સુનાવણીમાં વાહન ચાલકોને બોલાવીને સાંભળવામાં આવે છે. જે બાદ તેની સામે 3 થી 6 મહિના સુધી લાઇસન્સ સ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.

જામનગર ટ્રાફિક પોલીસ પણ કરે છે કાર્યવાહી લાયસન્સ સસ્પેન્ડની

સસ્પેન્ડ લાયસન્સમાં સૌથી વધુ રોંગસાઇડ અને જોખમી ડ્રાઈવિંગ કરનાર વાહન ચાલકોનો સમાવેશ થાય છે. આવા વાહન ચાલકો સામે આરટીઓ કચેરી દ્વારા પણ ઓવર સ્પીડ, રોંગ સાઇડ સહિતના મોટી સંખ્યામાં વાહન ચાલકો પાસેથી દંડ વસુલવા સહિતની કાર્યવાહી કરવામા આવે છે. તો બીજી તરફ ટ્રાફીક પોલીસ પણ દર મહિને 300 થી 400 કેસ કરે છે. જેમાં મોટા ભાગના કેસમાં દંડ વસુલવામાં આવે છે. પરંતુ લાયસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ આવે તેની સામે જ કાર્યવાહી કરવામા આવે છે. જેમાં છેલ્લા 8 માસમાં લાયસન્સ સસ્પેન્ડ કરવાની થયેલી ભલામણમાં 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

20 જેટલા વાહન ચાલકો સામે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા માટે નોટિસો મોકલવામાં આવી છે

છેલ્લા વર્ષોમાં આરટીઓ કચેરી દ્રારા જોખમી ડ્રાઈવિંગ કરનારાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં વધારો કર્યો છે. વર્ષ 2021માં 90, 2022માં 80, 2023માં 98, 2024માં 110 અને વર્ષ 2025ના ઓગસ્ટ માસ સુધીમાં 109 લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આંકડા જોતા દેખાય છે કે, આરટીઓ કચેરીએ પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરીને વાહન ચલાવનારાઓ સામેની કાર્યવાહી કડક કરી છે.

  • Follow us on: