ભારતમાં ઉદયપુર ખાતે એક લગ્ન સમારોહમાં આવેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તથા તેની ગર્લફ્રેન્ડ કિમ્બરલી ગુઈલફોય્લે જામનગર નજીકના રિલાયન્સ સંકુલના વનતારાના એક દિવસના મહેમાન બન્યા હતા. તા.20મીની રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેની મિત્રને રિલાયન્સના વનતારા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું અનંત અંબાણી અને ટીમ દ્વારા સ્વાગત કરાયું હતું. ભારતીય પોષાકમાં બંનેએ વનતારા સંકુલમાં શિવ મંદિર, ગણેશજીના મંદિર તથા અંબે માના મંદિરોની આરતીનો લાભ લીધો હતો.

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું









