જસદણના રાણીકેપર ગામની સીમમાં ખેતરમાં ગાંજાનું વાવેતર થતું હોવાની માહિતીને આધારે એસઓજી ટીમે દરોડો પાડયો હતો. પોલીસ તપાસમાં ચોમાસામાં તુવેરની આડમાં છુપાવી ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતુ.
પોલીસે ખેતર માલિકની પૂછતાછ કરતા તે રાણીકપર ગામે રહેતો રાયધન રત્નાભાઈ સોમાણી હોવાનું જણાવતા પોલીસે તેની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી રૂ.71.32 લાખની કિંમતનો 142.640 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો કબજે કરી વિશેષ કાર્યવાહી કરી છે. પોલીસની વધુ તપાસમાં આરોપી રાયધન અગાઉ દારૂ અને જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.










