સોશિયલ મીડિયા ટીનએજ સંતાનોના માનસ પર જ્યારે નેગેટિવ અસર કરે છે ત્યારે માતાપિતાની હાલત કફેડી બની જાય છે. આવી જ એક કહાની જેતપુર તાલુકાના એક ગામથી સામે આવી છે.


જ્યાં ઇન્સ્ટાગ્રામમાં બે ટીન એજર્સ પ્રેમમાં પડયા બાદ 14 વર્ષની દીકરીએ લગ્ન કરવાની હઠ પકડયાની ફરિયાદ અભયમને મળતા ટીમે દીકરીનું કાઉન્સિલ કરી આખરે પ્રેમનું ભૂત ભગાડતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. ગોંડલની ટીમ સ્થળે રૂબરૂ વાત કરતા જણાવેલ કે પરિવારની 14 વર્ષની દીકરીને 16 વર્ષના છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે, દીકરી પાસે મોબાઇલ પણ હોય તેની જાણ થતા પરિવારે મોબાઇલ લઇ લેતા દીકરી ફોન પાછો લેવા અને પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરે છે. ટીમે સગીરાનું કાઉન્સિલિંગ કરતા તેણીને છેલ્લા 1 વર્ષથી છોકરા સાથે ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ થયો હતો. છોકરાએ 1 મહિનાથી મોબાઇલ આપ્યો હતો જેે સગીરા તેની સ્કૂલ બેગમાં રાખતી હતી. આ અંગે માતાને જાણ થઇ હતી પરંતુ દીકરી તેમને ધમકી આપતી હોવાથી ગભરાઈ પતિને જાણ ના કરી. બાદમાં સગીરાના મોટા બાપુને જાણ થતાં તેની પુછપરછ કરતા તે યુવક સાથે લગ્ન કરવાની અને ફોન પાછો આપવાની જીદ કરી તેની રીતે રસ્તો કરી લેવાની ધમકી આપી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે કાઉન્સિલિંગ કરતા દીકરીએે ભણવામાં ધ્યાન આપવા ખાતરી આપી હતી.


  • Follow us on: