જામનગર જિલ્લાના જોડિયા અને કુંનળ ગામ વચ્ચે આવેલી ઉંડ નદીના પુલિયા નીચે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર અચાનક પુલિયામાંથી લગભગ 80 ફૂટ નીચે ખાબકી હતી, જેનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, કારમાં સવાર ચાર યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની વિગતો અનુસાર, ચારેય યુવાનો શનિવારની રાત્રિના સમયે પોતાની કાર લઈને હડિયાણાથી જોડિયા તરફ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન જોડિયા અને કુંનળ વચ્ચેના પુલિયા પાસેથી પસાર થતી વખતે અકસ્માત સર્જાયો અને તેમની કાર પુલિયા નીચે ઊંડાણમાં ખાબકી હતી.
જોડિયામાં પુલ ઉપરથી કાર ખાબકી
ઘટનાની જાણ થતાં જ જોડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી કારમાં સવાર ચારેય યુવાનોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ચાર યુવાનોમાંથી બે યુવાનોને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બેને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી:










