ભારે વરસાદ વચ્ચે વનરાજા નજારો માણવા નિકળ્યા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જૂનાગઢના વિલિંગ્ડન ડેમ નજીક ત્રણ સિંહ જોવા મળ્યા હતા. તેઓ વરસાદી પાણીનો આણંદ માણતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. એક તરફ ડેમમાંથી પાણીનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે તો બીજી તરફ વનરાજા સિંહ પરિવાર સાથે નદી પસાર કરતા જોવા મળી રહ્યા છે.


સિંહની ત્રિપુટીનો વીડિયો વાયરલ

વનરાજા સિંહ ગીરનું જંગલ છોડીને પોતાના પરિવાર સાથે વિલિંગ્ડન ડેમ પર ફરવા નિકળ્યા હોય એવો વીડિયો સામે આવ્યા છે. વનરાજા સિંહ સાથે 2 સિંહબાળ જોવા મળી રહ્યા છે. સિંહ પોતાના પરિવાર સાથે ચોમાસાની ઋતુનો આનંદ માણવા નિકળ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના વિલિંગ્ડન ડેમ નજીક 3 સિંહ રસ્તો ક્રોસ કરતા દેખાયા હતા. ડેમના પાણી વચ્ચેથી સિંહ 2 બાળસિંહ જોવા મળ્યા હતા અને તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સિંહ રાત્રિના સમયે પસાર થતાં કેમેરામાં કેદ થયા છે. ડેમનો રસ્તો ક્રોસ કરતા ત્રણ સિંહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સિંહ પરિવાર સાથે નદી પસાર કરતા દેખાયા

ચોમાસા દરમિયાન સિંહની ત્રિપુટી આ વિસ્તારમાં જોવા મળી હતી. સિંહ પરિવાર સાથે નદી પસાર કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં આસપાસના રહેણાક વિસ્તામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર જંગલ વિસ્તારમાંથી સિંહનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સિંહણ અને બે સિંહબાળ નદી પસાર કરતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ચોમાસાનું વરસાદી પાણીથી નદીના નાળાઓમાં નવા નીર આવ્યા છે. સિંહો માટે વેકેશન હાલ ગીર જંગલમાં ચાલી રહ્યું છે.


  • Follow us on: