જૂનાગઢમાં હજુ હોસ્ટેલકાંડની શાહી સુકાઈ નથી, ત્યાં વધુ એક એવી જ ઘટના સામે આવી છે.


નવરાત્રીમાં ગાળો બોલવા મુદ્દે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખીને એક સગીરને અવાવરું જગ્યાએ લઈ જઇને પાંચ સગીર અને બે પુખ્ત વયના છોકરાએ સિગારેટ ફૂંકતા ફૂંકતા ફ્લ્મિીઢબે આડેધડ માર મારીને વીડિયો ઉતાર્યો હોવાનો કિસ્સો પોલીસ દફ્તરે પહોંચ્યો છે.

ભોગ બનનાર સગીરના માતાએ જણાવ્યું કે, તેમનો દીકરો નવરાત્રીના ચોથા નોરતે રઘુવંશી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયેલો ત્યારે સામેવાળા છોકરાઓએ તેની સાથે ગાળો બોલવા બાબતે માથાકૂટ કરી હતી. તે સમયે મારા દીકરાએ માફી માંગી લીધી હતી, છતાં સાતમા નોરતે દીકરો જીમમાં હતો ત્યારે તેને નીચે મળવા બોલાવી ધરારથી મોતીબાગ પાસે કૈલાસવાડીની અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં સાતેક જેટલા છોકરાએ મારા દીકરાને આડેધડ ફ્લ્મિીઢબે મારપીટ કરી હતી. તેની પાસે બળજબરીથી ઝાપટો મારતા મારતા માફી મંગાવી અને તેનો વીડિયો ઉતારીને બદનામ કરવાના હેતુથી વાયરલ કર્યો હતો. મારો દીકરો ઘરે આવ્યો ત્યારે એકદમ ઢીલો પડી ગયેલ. જેથી તેને પૂછતા તેણે પિતાને સઘળી હકીકત જણાવતા સી ડિવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ નોધાવી છે. વાયરલ થયેલા વીડિયોમાં માર મારતા છોકરાઓ રસ્તા ઉપર સિગારેટ ફૂંકતા ફૂંકતા સગીરને માર મારીને દાદાગીરી કરતા હોવાનું સ્પસ્ટ દેખાઈ રહ્યું હતું.


  • Follow us on: