જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. મહંતની ગાદીને લઈને બે સંતોએ અરજી કરી છે. સાધુ કૌશિકગીરી અને અમરગીરીએ અરજી કરવામાં આવી છે. હરિગીરીબાપુની સમયમર્યાદા 31 જુલાઈએ પૂર્ણ થાય છે. ગુરુ-શિષ્યની પરંપરા મુજબ નિમણૂક કરવા માગ કરવામાં આવી છે. ટ્રસ્ટના બંધારણ મુજબ નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી છે.


[[$googlead]]

 ભવનાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું 

[[$alsoread]]

ઉલ્લેખનીય છે કે અગાઉ અંબાજી ગાદી વિવાદ થયો હતો. જૂનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થાનો એક પછી એક વિવાદમાં આવતા જાય છે. જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત પર અંબાજી મંદિરનાં મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા હતા. જે પછી અંબાજી મંદિરની ગાદીને લઇને વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો છે કે સંતો પણ મનુષ્યોની જેમ જ આમને સામને આવી ગયા છે. ત્યારે ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ બાપુનો લેટર સામે આવ્યો છે. આ લેટરમાં વિવિધ ખુલાસા કરવામાં આવ્યા હતા.

અંબાજી ગાદી વિવાદ થયો

ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિએ જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો હતો. જેમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગિરિએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતોનો ઘટસ્ફોટ કર્યો હતો. આ લેટરમાં ભવનાથ મંદિરના ભોગવટા માટે પૈસા આપ્યા હોવાનો ધડાકો કર્યો હતો. મહંત હરિગિરિએ અખાડાના 8 કરોડની હેરાફેરી કરી હોવાનુ જણાવ્યું છે. અનેક હસ્તીઓ અને સાધુ સંતોના નામનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


  • Follow us on: