સિંહ દર્શન માટે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીરમાં પ્રવાસીઓને છેતરવાનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. અહીં સાસણ સિંહ સદનમાં રૂમ બુકિંગ અને સિંહ દર્શનની પરમિટના નામે એક ઠગ ટોળકીએ નકલી વેબસાઇટ બનાવીને પ્રવાસીઓ સાથે મોટા પાયે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ છેતરપિંડીના કારણે પ્રવાસીઓ અને ખુદ વન વિભાગ પણ ભોગ બન્યા છે.


[[$googlead]]

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી (ઓપરેટ કરવાની રીત)

છેતરપિંડી કરનાર ટોળકીએ પ્રવાસીઓને ફસાવવા માટે એક સુનિયોજિત જાળ બિછાવી હતી. આરોપીઓએ સિંહ સદન અને સિંહ દર્શન બુકિંગ માટે સત્તાવાર વેબસાઇટ જેવી જ દેખાતી નકલી વેબ સાઇડ તૈયાર કરી હતી. આ ઠગ લોકો પોતાને સિંહ સદનના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને પ્રવાસીઓનો વિશ્વાસ જીતતા હતા. બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી રકમ પડાવવા માટે, તેઓ પ્રવાસીઓને અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતા હતા.પૈસા મળ્યા બાદ, પ્રવાસીઓને છેતરવા માટે નકલી રિસિપ્ટ (બુકિંગ સ્લિપ) બનાવીને આપવામાં આવતી હતી.

ગીરમાં પ્રવાસીઓને છેતરવાનો એક મોટો કિસ્સો

જ્યારે પ્રવાસીઓ સાસણ પહોંચતા અને તેમને જાણ થતી કે તેમના બુકિંગ અને રિસિપ્ટ નકલી છે, ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કૌભાંડના કારણે અનેક પ્રવાસીઓ છેતરાયા છે અને વન વિભાગની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. મેંદરડા પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને, આ છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી પાડવા અને નકલી વેબસાઇટ બંધ કરાવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

[[$alsoread]]

 સાસણ ગીર સફારી બુકિંગની અધિકૃત વેબસાઇટ

પ્રવાસીઓએ આવી છેતરપિંડીથી બચવા માટે માત્ર સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી જ બુકિંગ કરાવવું જોઈએ. સાસણ ગીર નેશનલ પાર્ક (સિંહ સદન)માં સફારી પરમિટ બુકિંગ માટેની એકમાત્ર અધિકૃત વેબસાઇટ ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા સંચાલિત છે:




  • Follow us on: