ગિરનાર જંગલમાંથી અવાર-નવાર સાવજો જૂનાગઢ શહેરમાં આવી ચડે છે, તેવો જ એક વીડિયો વાયરલ થયો છે.


માત્ર 17 સેકન્ડના વાયરલ વીડિયોમાં એવું નજરે પડે છે કે, એક વનરાજ ગિરનાર જંગલમાંથી બહાર નીકળીને ધરાનગર ગેઇટ પાસેથી રોડ ક્રોસ કરવા માટે અચાનક રોડના કાંઠે આવી ચડયો. સાંજનો સમય હતો, અને અનેક વાહનો અહીંથી પસાર થતા હતા. રોડ ઉપર વાહનોની વણઝારને લઈને ડાલામથ્થો રોડ ઉપર ડોકું કાઢયું ત્યાં તો રસ્તા પરથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. પરંતુ સિંહે માત્ર એક જ ઝલક બતાવી અને સેકન્ડોમાં સિંહ ફ્રીથી રોડ ક્રોસ કર્યા વગર જંગલ વિસ્તારમાં જતો રહ્યો હતો. આ સમયે ગિરનાર રેંજનો વનવિભાગનો સ્ટાફ્ સજ્જ હતો. દોઢ કલાક સુધી સિંહ પર નજર રાખીને અંતે જંગલ તરફ્ વાળ્યો હતો.


  • Follow us on: