સોરઠની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવતી જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ફરીથી વિવાદોમાં સંપડાઈ છે, અહિયાં ગઈકાલે એક જ દિવસમાં બે નવજાત બાળકોના મોત થતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને કોઈ તબીબ અને નર્સ સ્ટાફ પણ હાજર ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમજ અવારનવાર આવી ગંભીર બેદરકારી બનતા સિવીલ હોસ્પિટલનાં સ્ટાફ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દરરોજનાં હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે પરંતુ હવે દર્દીઓને સારવારમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તેવું નજરે પડી રહ્યું છે, ગઈ કાલે પણ એક જ દિવસમાં બે બાળકોના મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અને જવાબદાર તબીબો અને નર્સ સામે પગલાં લેવાની માંગ કરી હતી.ગઈકાલે મંજુલાબેન રાઠોડ (વિસાવદર) ને ગાયનેક વિભાગમાંથી બાળકોનાં વિભાગનાં રિફર કરવામાં આવ્યું હતું ત્યાં બાળકનું મોત થયાનું પ્રાથમિક તારણ છે, તદુપરાંત હિરલબેન વાળા કે જેઓ જેતપુરથી રિફર થઇને આવ્યા હતા તેઓનાં ગર્ભમાં જ બાળકનું મોત થયું હતું, નોર્મલ ડિલિવરી માટે તબીબોએ રાહ જોઈ હતી પરંતુ તેઓ ગાયનેક વિભાગની મંજૂરી વીના જ અન્ય જગ્યાએ નીકળી ગયા હતા, આમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, મહિલાની ડિલિવરી બાદ બાળકની સંપૂર્ણ જવાબદારી પીડીયાત્રીક વિભાગની આવે છે. પરંતુ ત્યાં અપૂરતા સ્ટાફ, નાં હોવાને કારણે નવજાત બાળકોના મૃત્યુ થઇ રહ્યા છે, જેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદાર તબીબ સામે પગલાં લેવા જોઈએ.










