જૂનાગઢમાં ભાજપ નેતા જવાહર ચાવડા ફરી ચર્ચામાં આવ્યા છે, તેમણે જૂનાગઢમાં આપેલ નિવેદનથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે, તેમણે કહ્યું કે, સંગઠનની તાકાત વિસાવદર હદમાં થઇ છે અને વિસાવદરમાં નવા વ્યવહાર અને સંબંધો ચાલુ થયા છે, સૌથી મોટી વાત આ વિસ્તારમાં બની છે અને તેમાં તમે સંગઠિત થયા છો તેવું નિવેદન જવાહર ચાવડાએ આપ્યું છે.
મારે તમારો કોઇ રાજકીય લાભ જોઈતો નથી : જવાહર ચાવડા
જવાહર ચાવડાએ કહ્યું કે, મારે તમારો રાજકીય લાભ નથી જોઈતો અને વિસાવદર તાલુકામાં સમાજ બનાવજો અને એક સાથે રહેજો, આહિર સમાજના કાર્યક્રમમાં આપ્યું હતું નિવેદન, ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયાએ જીત્યા બાદ જય જવાહરના નારા લગાવ્યા હતા, તો આ નારા લાગ્યા હતા તે સમયે એવી પણ ચર્ચાએ જોર પકડયું હતુ કે જવાહર ચાવડાએ ગોપાલ ઈટાલિયાને જીતાડવા માટે અંદર ખાને મદદ કરી હતી, જવાહર ચાવડા ભાજપ પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે.
જવાહર ચાવડા આવ્યા ફરી ચર્ચામાં
ચાવડાએ ગૂઢ શબ્દોમાં આહિર સમાજને આપ્યા સંકેત, જવાહર ચાવડાએ કહ્યું કે, તમને જયાં જરૂર હશે ત્યાં હું ઉભો રહીશ અને તેમણે વિસાવદરના તાલુકાના ગામડાઓ પ્રવાસ કર્યો હતો, આહિર સમાજ દ્વારા ગામડાઓમાં કરાયું જવાહર ચાવડાનું સન્માન, વિસાવદરના જે 13 ગામમાંથી ગોપાલ ઈટાલિયાને ખોબલે ખોબલે મત મળ્યા એ 13 ગામની ભાજપના જવાહર ચાવડાએ મુલાકાત કરી છે. ન માત્ર મુલાકાત કરી પરંતુ અહીં તેઓ ઘોડા પર બેઠેલા દેખાયા. જાંબુડાના ગ્રામજનોએ ઘોડા પર બેસાડીને સરઘસ કાઢી તેઓનું સ્વાગત કર્યું.









