આજે નાગ પંચમી છે, ત્યારે કેશોદના માણેકવાડા આવેલા માલબાપા નાગદેવતાન મંદિર લોકો ઉમટી પડયા હતા અને માલબાપાના મંદિરે શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે.


[[$googlead]]

માનતા પૂર્ણ થયા બાદ ભક્તો સાકર, પેંડા કે અન્ય મિષ્ટાનથી માલબાપાનો આભાર વ્યક્ત કરે છે

​જીનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલીથી આશરે 12 કિલોમીટરના અંતરે માણકવાડા ગામમાં સાબરી નદીના કાંઠે આવેલું માલબાપા નાગદેવતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ જગપ્રખ્યાત મંદિરે શ્રાવણ મહિનામાં દર સોમવારે અને નાગપાંચમના દિવસે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે, શ્રદ્ધાળુઓ માને છે કે માલબાપા હાજરા હજૂર છે અને તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. પુત્ર પ્રાપ્તિ, શારીરિક પીડાથી મુક્તિ જેવી અનેક માનતાઓ અહીં રાખવામાં આવે છે. માનતા પૂર્ણ થયા બાદ ભક્તો સાકર, પેંડા કે અન્ય મિષ્ટાનથી માલબાપાનો આભાર વ્યક્ત કરે છે.

[[$alsoread]]

આ મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે

માણકવાડા, મઘરવાડા અને હેંદરડા ગામો વચ્ચે સીમાડાનો વિવાદ હતો, ત્યારે એક રાફડામાંથી નાગ સ્વરૂપે માલબાપા પ્રગટ થયા હતા અને જ્યાં સુધી તેઓ ચાલ્યા, ત્યાં સુધીની સીમા નક્કી કરવામાં આવી. આ ઘટના બાદ સાબરી નદીના કાંઠે આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું, મંદિર હાઈવે પર આવેલું હોવાથી દર્શનાર્થીઓને સરળતા રહે છે. નાગપાંચમના દિવસે અહીં દૂધ અને નાગલા ચડાવીને ભક્તો પૂજા કરે છે. આ મંદિર અનેક લોકો માટે શ્રદ્ધા અને આશીર્વાદનું સ્થાન બની રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભવ્ય મેળો ભરાય છે. દર સોમવારે ભક્તો માટે ફરાળી સેવડો, માંડવી પાક, બુંદી અને ગાંઠિયા જેવા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. દૂર દૂરથી ભાવિકો અહીં દર્શન માટે આવે છે.

 

  • Follow us on: