જૂનાગઢના ગીરના સાસણ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન કરાયું હતુ, રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સેમિનારમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં WWF, IOC, અને ટાઈગર રિઝર્વના ડાયરેક્ટર, વિવિધ NGOના નિષ્ણાતો, અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.


સિંહ બાળનું મોત વાયરસને કારણે થઈ આવવાનું વન મંત્રી સ્વીકાર્યું હતું

આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય એશિયાટિક સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટેના ઉપાયો શોધવાનો છે. સિંહોની વસ્તી, સંરક્ષણ નીતિઓ, અને અન્ય સંબંધિત વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, આ આંતરરાષ્ટ્રીય સેમિનાર સિંહ સંરક્ષણની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. આ સેમિનાર સિંહોના ભવિષ્ય માટે નવીનતમ વિચારો અને વ્યૂહરચનાઓ પ્રદાન કરશે. અમરેલી વિસ્તારના શેત્રુંજી રેન્જમાં જેસી બહારના મુક્ત થયા હતા તેમાંથી એક સિંહ બાળનું મોત વાયરસને કારણે થઈ આવવાનું વન મંત્રી સ્વીકાર્યું હતું.

આંતરરાષ્ટ્રીય સેમિનારમાં વિવિધ એજન્સીઓ દ્વારા અનેક સૂચન કરવામાં આવ્યા હતા

ગત વર્ષ 2018માં જે વાયરસને કારણે શિવના મૃત્યુ થયા હતા અને આ ખૂબ જ વધી ગયો હતો તેના પ્રમાણમાં આ વર્ષે જે વાયરસ આવ્યો છે તેમાંથી એક સિંહનું મૃત્યુ થયું શું બાકીના છ સિંહ બાળને બચાવી લેવામાં આવ્યા છે, અને બાકીના સિંહ અન ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે તેની પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ સિંહના મૃત્યુ અંગે તપાસ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય સેમિનારમાં વિવિધ એજન્સીઓ દ્વારા અનેક સૂચન કરવામાં આવ્યા હતા જેને લઈને આગામી સમયમાં સંરક્ષણ માટે શું કરવું જોઈએ તે અંગે કામગીરી હાથ ધરવામાં આવશે.


  • Follow us on: