હવે સપ્તાહમાં ત્રણ દિવસ—મંગળવાર, ગુરુવાર અને શનિવારે—અમદાવાદથી કેશોદ અને કેશોદથી દીવની ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે. અમદાવાદથી સવારે 10:50 વાગ્યે કેશોદ અને સાંજે 3:50 વાગ્યે કેશોદ પરત ફ્લાઇટ મળશે. મુંબઈ સુધીની સુવિધા, નવું આયોજન કેશોદથી મુંબઈ જવા ઇચ્છતા પર્યટકો માટે દીવ થઈને મુંબઈની ફ્લાઇટ ઉપલબ્ધ છે, જોકે તેમણે કેશોદ-દીવ અને દીવ-મુંબઈની અલગ ટિકિટ લેવી પડશે. આગામી સમયમાં કેશોદ-મુંબઈ રૂટ માટે અન્ય એરલાઇન્સ શરૂ કરવાની યોજના પણ ચાલી રહી છે.


સાથે એરપોર્ટનું આધુનિકરણનું કામ પ્રગતિમાં છે

કેશોદ એરપોર્ટનું 363 કરોડના ખર્ચે નવીનીકરણ થવા જઈ રહ્યું છે. હાલ 1370 મીટરનો રનવે ધરાવતું આ એરપોર્ટ માત્ર દિવસે જ કાર્યરત છે. રાજ્ય સરકારે 205 એકર જમીન સાથે રનવેને 2500 મીટર સુધી લંબાવવા, નવી ટર્મિનલ બિલ્ડિંગ, કંટ્રોલ ટાવર અને ત્રણ એરબસ માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવાનું આયોજન કર્યું છે. આનાથી રાત્રે પણ ફ્લાઇટ લેન્ડિંગ શક્ય બનશે, જે સોરઠના પર્યટનને વેગ આપશે.

પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટને લઈ નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો હતો

પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં હવામાન સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાથી વિઘ્ન ઊભું થાય છે, જેના કારણે રીજનલ રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે. એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથમાં આવતા મુલાકાતીઓની સુગમતા માટે કેશોદ એરપોર્ટનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું.
  • Follow us on: