જૂનાગઢ પ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુના અચાનક ગુમ થવાથી સનસનાટી મચી ગઈ હતી.બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ નોટ અને તેમની આપત્તિજનક વોટ્સએપ ચેટ વાયરલ થતાં આશ્રમની આંતરિક બાબતોનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો.બાપુને શોધવા માટે પોલીસ સક્રિય થઈ હતી.આખરે ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી અશક્ત હાલતમાં ઈટવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા હતાં. પોલીસે તેમને સારવાર માટે હોસ્પિટલમા ખસેડ્યા હતાં. તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
મહાદેવ ભારતીને આશ્રમમાં આવવાની મનાઈ
ભારતી આશ્રમના મહાદેવ ભારતીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. બીજી તરફ ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદ બાપુએ એક નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે મહાદેવ ભારતી બાપુને હોસ્પિટલથી સીધા જ આશ્રમમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેઓ આશ્રમમાં હવે પછી નહીં જઈ શકે. આ ઉપરાંત તેમને તમામ હોદ્દાઓ પરથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. તેઓ ગુજરાતના કોઈ પણ ભારતી આશ્રમમાં હવે પછી નહીં જઈ શકે.










