ગીર જંગલ સિહોથી ઓળખાય છે અને તેમાં પણ જય વીરુ નામની સિંહ મિત્રોની જોડીથી ગીર જંગલ જાણે કે સુશોભિત થતું હોય.પરંતુ આજે આ બંને જોડીના અવસાન બાદ જંગલ જાણે કે સુનું પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગીરના બે ડાલા મથ્થા સિંહની લોકપ્રિય જોડી ‘જય-વીરુ’ હવે ઇતિહાસ બની ગઈ છે. તારીખ 11 જૂન ન રોજ વીરુ અને ત્યારબાદ એક મહિનામાં જ એટલે કે 29 જુલાઈના રોજ જય એ પણ અંતિમ શ્વાસ લીધા છે. બંને એક્ટિવ ટેરીટોરીયલ લડાઈમાં ગંભીર ઇજા થતા બચી શક્યા નહીં.એકબીજા સાથે જીવવા અને મરવાના કોલ આપેલા એવા બંને દોસ્તોની આ છે અનોખી મિત્રતાની કહાની.


[[$googlead]]

સમગ્ર ગીર પંથકમાં શોકની લાગણી છવાઈ

ગીર કે જ્યાં પ્રકૃતિ ,સૌંદર્ય અને ડાલામથ્થા સાવજો વિશ્વમાં ઓળખાણ બની ઉભરાય છે. દર વર્ષે ગીરની મુલાકાત લાખો પ્રવાસીઓ લે છે.લાખો સિંહના ચાહકોમાં આજે નિરાશા વ્યાપી છે, કારણ કે વર્ષો સુધી ગીરમાં પોતાની મસ્તીમાં રહેતા સિંહ ની જોડી એ આ દુનિયા માંથી વિદાય લીધી છે. ગાંડી ગીરના પ્રદેશમાં રહેલી સાવજોની બેજોડ જોડી ‘જય-વીરુ’ હવે માત્ર યાદ બની ગઈ છે. થોડા સમય પહેલાં લાંબી બીમારી બાદ ‘વીરુ’ નામના સિંહનું અવસાન થયું હતું અને હવે વીરુ સાથે વિહરતા જોડીદાર ‘જય’નું પણ અવસાન થતાં સમગ્ર ગીર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.

[[$alsoread]]

એકબીજાને સાથ આપતા જોવા મળતા

જય' અને 'વીરુ' બંનેનો જન્મ લગભગ 2009-10 દરમિયાન થયો હોવાનું માનવામાં આવે છે.બંને ભાઈઓએ સાથે મળીને જૂનાગઢ રેન્જના અલગ અલગ વિસ્તારમા પોતાનું ટેરિટરી વિકસાવ્યું હતું.બંને વચ્ચેનો સહકાર એવો હતો કે મોટા સિંહો વચ્ચે શાસન માટે થતી અથડામણોની સામે બંને એકબીજાની રક્ષા કરતાં હતા.ગમે તે પરિસ્થિતિમાં બંને એકબીજા સાથે જ રહ્યા અને પોતાની ટેરેટરીમાં અન્ય સિંહો અને તગડીને પોતાનું શાસન જમાવ્યું હતું. દોઢ દાયકાથી વધુ સમયથી આ બે સાવજ ગીરના જુનાગઢ રેન્જમાં એક સાથે ઘૂમતા, શિકાર કરતા, એકબીજાને સાથ આપતા જોવા મળતા હતા.

તેમણે કેનેડીપુરને પોતાનું ગામ બનાવી લીધું હતું

વનવિભાગના અધિકારીઓથી લઈને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ, પ્રવાસીઓ, સ્થાનિક માલધારીઓ અને ચારણોમાં પણ આ જોડી ખુબ જ લોકપ્રિય હતી. જય વીરુ પોતાના વિસ્તાર હલનચલન અને આગવી છટાથી ઓળખાતા હતા.વર્ષ 2022થી જય-વીરુ કેનેડીપુર વિસ્તાર પાસે વસવાટ કરતા હતા.તેઓ નટાડિયા,નાની ખોડિયાર, મધુવંતી ડેમ જેવા વિસ્તારોમાં પણ વારંવાર દેખાતા હતા. એવું લાગતું કે તેમણે કેનેડીપુરને પોતાનું ગામ બનાવી લીધું હતું.સ્થાનિક રહેવાસીઓ પણ ઘણીવાર તેમને ગામની ગલીઓમાં નિહાળતા હતા. જય વીરુની પ્રસિદ્ધ જોડી વન્યજીવન ચિત્રકારો અને પ્રેમીઓ માટે ફેવરિટ હતી.2024ના અંતમાં વીરુને નાનાં ઘાવના કારણે ઈન્ફેક્શન થઈ ગયું હતું.

11 જૂન 2025ની શરૂઆતમાં તેનું અવસાન થયું

ત્યાર બાદ તેને લાંબો સમય સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો પરંતુ 11 જૂન 2025ની શરૂઆતમાં તેનું અવસાન થયું.વીરુના વિયોગ બાદ ‘જય’ વધુ એકલો અને નિર્મમ દેખાવા લાગ્યો હતો.કેટલીકવાર તેણે ખૂબ ઓછી હરફટ કરવા શરૂ કરી અને ખોરાક પણ ઓછો લેવો લાગ્યો.ગીરના દલખાણીયા રેન્જમાં છેલ્લા થોડા અઠવાડિયા થી તે નબળી તબિયત સાથે નજરે પડતો હતો.આ જોડી હવે નથી રહી પરંતુ તેમની યાદો ગીરના દરેક ડાળાં, ખાંચ, પંથ અને માલધારીઓના હૃદયમાં ચિરંતન બની ગઈ છે.

જોડીની મિત્રતાની વાર્તા પ્રેરણા આપે એવી છે

હવે જ્યારે ભવિષ્યના કોઈ પ્રવાસી ગીર આવે અને કોઈ ચોપડે “જય-વીરુ”ના ફોટા જુએ ત્યારે આ જોડીની મિત્રતાની વાર્તા તેમને પ્રેરણા આપે એવી છે.ગીર પંથકના ઘણા ફોટોગ્રાફરો કરીમ કદિવારે એ પણ પોતાના કેમેરામાં આ જય વીરુની જોડીને અદભુત રીતે કંડારી, પોતાની કેસ વાળી હવાના હિલોળે લહેરાવતા આ બંને ડાલા મથ્થા જ્યારે ડગલાં માંડતા ત્યારે ગીરની ધરા પણ જાણે કે ધ્રુજતી હોય તેવો પ્રવાસીઓને અનુભવ થતો, જે હવે આ બંને સિંહની જોડીની વિદાય થી દરેક ક્ષણો માત્ર યાદ બની ગઈ છે.


  • Follow us on: