છેલ્લા ઘણા દિવસથી વરસાદી વાતાવરણ જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે ગિરનારની ઊંચાઈએ પવનની ભારે ગતિ જોવા મળી રહી છે પવનની ગતિ એક તરફ્થી નથી પરંતુ અલગ અલગ દિશામાં આ પવનની ગતિ જોવા મળતી હોવાથી ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી છે.


છેલ્લા છ દિવસથી ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્યો છે. ઉષા બ્રેકો કંપનીના સત્તાવાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં પવનની ગતિ કોઈ એક તરફ્થી આવી રહી નથી. હાલમાં પવનની દિશા નક્કી થઈ રહી નથી અલગ અલગ દિશામાંથી 50 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી યાત્રિકોની સુરક્ષા ને ધ્યાનમાં લઈને આ રોપવે બંધ રાખવાની ફરજ પડી છે. આગામી દિવસોમાં જ્યારે વાતાવરણ પૂર્વવત થઈ જશે ત્યારે ફ્રીથી રોપ વે શરૂ કરવામાં આવશે

સામાન્ય રીતે વરસાદની સિઝનમાં પવનની ઝડપ પણ રહેતી હોય છે હાલના સમયમાં આ અઠવાડિયા દરમિયાન ગિરનાર પર્વત પર પણ ભારે વરસાદ નોંધાયો છે જેથી આગામી સમયમાં હજુ પણ આ વરસાદી ઋતુ ને લીધે યાત્રિકોની સુરક્ષા ને લઈને ગિરનાર રોપવે બંધ રાખવામાં આવી શકે છે.


  • Follow us on: