માંગરોળમાં ગાય ચોગાનમાં આવેલા રણછોડરાયજીના મંદિરમાં 581 વર્ષ પહેલાં એક જ પથ્થરમાંથી કોતરણી કરી બનાવાયેલું ઠાકોરજીના દસ અવતારવાળું સિંહાસન આજે પણ અહીં મોજુદ છે. જેના પર વાવમાંથી પ્રગટ થયેલા ભગવાન બિરાજમાન છે. માગસર સુદ છઠ્ઠના બુધવારે મંદિરના 582મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પાટોત્સવ યોજાશે. ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત નરસિંહ મહેતાના કાકા પરબત મહેતા પોતાની 68 વર્ષની ઉંમર સુધી હાથમાં તુલસીજી વાવી, તેમાં અંકુર ફૂટી પાંદડું આવે ત્યાં સુધી વર્ષમાં બે વખત માંગરોળથી ચાલીને દ્વારકાધીશને અર્પણ કરવા જતાં. દ્વારકા જતા એક રાત્રે સ્વપ્ન આવ્યું કે હવે તું વૃધ્ધ થયો છે. એટલે વર્ષમાં બે વખત દ્વારકા આવી શકીશ નહીં. તું માંગરોળ પાછો જા. હું માંગરોળમાં પ્રગટ થઈશ. ત્યારબાદ વિક્રમ સંવત 1501, માગશર સુદ છઠના દિવસે ગોમતી વાવમાંથી ભગવાન રણછોડજીની મૂર્તિ પ્રગટ થઈ હતી.



  • Follow us on: