જૂનાગઢમાં આજે બપોરના સમયે વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી ઉપડી જયારે સુભાષ કોલેજ સુધી પહોચી ત્યાં જ એન્જિનમાં ખામી સર્જાતા થોભી ગઈ હતી.


બપોરના સમયે આ ઘટના બની હતી જેમાં વેરાવળથી આવતી અને બાંદ્રા તરફ્ જતી વખતે ટ્રેનના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેથી ટ્રેન ફટક પાસે પહોંચતા જ થોભી ગઈ હતી. જો કે 30 મિનિટ પછી ટ્રેનને સમારકામ બાદ રવાના કરવામાં આવી હતી. જો કે અહીં ઉભેલા વાહનચાલકો ટ્રાફ્કિમાં 45 મિનિટ સુધી હેરાન થયા હતા. આ મામલે જૂનાગઢ રેલ્વે સ્ટેશન માસ્તરનો સંપર્ક કરતા તેઓ હાલ મુંબઈમાં હોવાથી કશું જાણતા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.


  • Follow us on: