સમગ્ર રાજયમાં દરિયા કિનારા જિલ્લાના સાગરકાંઠાના ગામમાં જિલ્લા કક્ષાનો વ્હાલ વ્હેલ શાર્ક માછલીનો દિવસ ઉત્સવ-પ્રોત્સાહન-જાગૃતિ તરીકે ઉજવાય છે.


આ ઉત્સવ દર વર્ષે કારતક વદ અમાસે મનાવવામાં આવે છે. આ વર્ષનો 19મો મહોત્સવ જૂનાગઢ જિલ્લાના માંગરોળના સોમનાથ કોમ્યુનિટી હોલ ખાતે તા.20/11ના સવારે 1 થી 12 સુધી યોજવામાં આવશે. વ્હેલ શાર્કને વ્હાલી દીકરી સમજીને સહિયારા પ્રયાસથી બચાવવા 2007ની કારતક વદ અમાસને વ્હેલ શાર્ક દિવસ તરીકે મનાવવાનું શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં 1,000 જેટલી વ્હેલ શાર્ક માછલીઓ કે જે આકસ્મિક રીતે માછીમારોની જાળમાં ફસાઈ ગયેલ જેને વનવિભાગના સહકારથી પોતાની કિંમતી જાળી કાપી તેનું રેસ્કયુ કરી ફરી દરિયામાં જીવતદાન આપી વહેતી કરાઈ છે.


  • Follow us on: