જુનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા આજે તોફાની બની હતી, વેટરનરી ડોક્ટર દ્વારા કરાયેલા નિવેદનને લઈને વિવાદ વકર્યો હતો અને ત્રણ કલાક સુધી જનરલ બોર્ડમાં ચર્ચાઓ થઈ હતી. જુનાગઢ મહાનગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભામાં ડોક્ટર દ્વારા અપાયેલા નિવેદનને લઈને વિપક્ષ દ્વારા દુઃખની લાગણી અને અપમાનજનક નિવેદન જણાવ્યું હતું..
પારદર્શિતાની ઉણપથી ગરમા ગરમીથી ચર્ચાઓ થઈ
વેટેનરી ડોક્ટરે વિપક્ષના પ્રશ્નના જવાબમાં જે જન્મે છે તેનું મરણ નિશ્ચિત છે કોઈ અમર થઈને નથી આવતું. આવું નિવેદન આપતાની સાથે જ વિવાદ ઉભો થયો હતો. વિપક્ષના સભ્યો દ્વારા શેરી પર રખડતા ઢોર ગોવંશ માટે મનપા દ્વારા કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ જગ્યાઓ નિષ્ફળ ઠરે છે, ઘાસચારો પુરતો મળતો નથી તેવી રજૂઆતના પગલે વેટરનરી ડોક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઈને વિવાદ સર્જાયો હતો. સાથે સાથે જુનાગઢ શહેરની વિવિધ સમસ્યાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં દામોદર કુંડનો દૂષિત પાણી વકળા ઉપર દબાણ અને ગ્રાન્ટ સ્વીકારવાની રીતોમાં પારદર્શિતાની ઉણપથી ગરમા ગરમીથી ચર્ચાઓ થઈ હતી.
અધિકારીઓની રખડતા ઢોર અંગેની માનસિકતા શું છે તે સામે આવી
જેમાં મંજુલાબેન પરસાણા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કહેવામાં આવ્યું કે આગામી 15 દિવસમાં ઝાંઝરડા રોડ ઉપરના દબાણ અંગે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને ઝાંઝરના જમ્પિંગ સાઈડ ઉપર સ્વચ્છતા મુદ્દે વાદ વિવાદને લઈને ભયંકર ગંદકીને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ નિવેદનને લઈને શાસક દ્વારા તેમને સૂચના આપવામાં આવી છે આ ટીપ્પણીને અનેક સભ્યોએ સંવેદન હિન અને ગૌવંશ પ્રત્યે અપમાનજનક ગણાવી હતી એને મેયર દ્વારા પણ વેટરનરી ડોક્ટરને ઠપકો આપવામાં આવ્યો હતો. આમ, જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓની રખડતા ઢોર અંગેની માનસિકતા શું છે તે સામે આવી છે.