ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે જૂનાગઢમાં વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે જૂનાગઢના રસ્તા પાણી પાણી થયા હતા. શહેરમાં વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. પાણી ભરાવાના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જોષીપરા અંડર બ્રિજમાં પાણી ભરાતા અંડર પાસ બંધ કરાવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશન રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
[[$googlead]]
બપોરે 2 વાગ્યા સુધી 100 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજયમાં આજે બપોરના 2 વાગ્યા સુધી 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ભાવનગર જિલ્લામાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે, જેસરમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ, પાલિતાણામાં 8 ઇંચ, મહુવામાં 7 ઇંચ, ગારિયાધારમાં 3 ઇંચ, તળાજામાં 3 ઇંચ, સિહોરમાં 3 ઇંચ, રાજુલામાં 3 ઇંચ, ઉમરગામમાં 1.22 ઇંચ, ઉનામાં 1.22 ઇંચ, સુત્રાપાડામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો.
સાવરકુંડલા તાલુકામાં વરસાદ
અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વાતાવરણના કારણે સ્થાનિકોને ગરમથી રાહત મળી છે. ઘોબા, પીપરડી, ફિફાદ, ભમોદ્રા ગામમાં મેઘરાજાનું આગમન થયુ છે. એક તરફ, વરસાદી પાણી સ્થાનિકોને પરેશાન કરી રહ્યુ છે. તો બીજી તરફ, વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
[[$alsoread]]