બગસરાનું BMC કેન્દ્ર બંધ થવાથી પશુપાલકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આશરે 20-25 ગામોના ખેડૂતોને હવે તેમનું દૂધ 25 થી 50 કિલોમીટર દૂર બાંટવા પહોંચાડવું પડે છે. ચોમાસા દરમિયાન કાચા રસ્તાઓના કારણે દૂધનું પરિવહન અશક્ય બની જાય છે. બગસરાનું કેન્દ્ર નજીક હોવાથી ખેડૂતોને દૂધ પહોંચાડવામાં સરળતા રહેતી હતી. આ કેન્દ્ર બંધ થવાથી પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, કારણ કે દૂધ પહોંચાડવાનો ખર્ચ વધી ગયો છે. આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર છે, અને આ નિર્ણયને તેઓ "પેટ પર પાટું" સમાન ગણે છે. બગસરાના ખેડૂતો અને પશુપાલકો આ નિર્ણયથી ચિંતિત છે. ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે બગસરાનું BMC કેન્દ્ર ફરીથી શરૂ કરવામાં આવે. તેઓએ સરકાર અને દૂધ સંઘને હાથ જોડીને વિનંતી કરી છે કે ખેડૂતોના હિતમાં આ નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે, જેથી તેમને પોતાનું દૂધ પહોંચાડવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવે અને ખેડૂતોને મુશ્કેલીમાંથી રાહત મળશે.
બગસરાનું BMC કેન્દ્ર બંધ થવાથી પશુપાલકોને મુશ્કેલી
બીજી તરફ સાવજ ડેરીના ડિરેક્ટર રાજુભાઈ બોરખતરીયાએ પણ આ સેન્ટર બંધ થઈ જતા વિરોધ નોંધાવ્યો છે અને સાવજ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન પોતાની રીતે તમામ નિર્ણો લઈને ખેડૂતોને પશુપાલકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. મનઘડત નિયમોને નહીં રહે હાલ આ ત્રણેય ગામના ખેડૂતો અને પશુપાલકો હેરાન થઈ રહ્યા છે સરકારે પણ આ બાબતને ધ્યાનમાં લઈને આ સેન્ટર ચાલુ રાખવાની સૂચના આપી છે. તેમ છતાં પણ સાવજ ડેરીના ચેરમેન અને મેનેજિન ડિરેક્ટર પોતાના મન ફાવે તેવા નિર્ણયો લઈને મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.
ઓનલાઇન BMC કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યા
ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ચાલતા તમામ ખાનગી અને ભાડાના BMC કેન્દ્રોને બંધ કરીને સંઘના પોતાના ઓનલાઇન BMC કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ માટે સરકારના પશુપાલન વિભાગે રૂ. 11 કરોડની માતબર રકમ પણ ફાળવી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને વચેટિયાઓના નુકસાનમાંથી બચાવવાનો અને તેમના દૂધનો પૂરેપૂરો ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. આ કાર્યવાહીનો હેતુ સરકારી સહયોગથી ચાલતા એક પાયલોટ પ્રોજેક્ટને અનુરૂપ છે, જે "સરકારના સહકારથી સમૃદ્ધિ" નામના કાર્યક્રમનો ભાગ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, દૂધ સંઘને તેની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઇન કરવી ફરજિયાત છે. આ પ્રક્રિયામાં દૂધ મંડળીઓ, BMC અને દૂધ સંઘને એકબીજા સાથે જોડીને એક ઓનલાઇન સિસ્ટમ બનાવવામાં આવી છે....આ સેન્ટર બંધ કરીને બાંટવા ખાતેના નવા ચિલિંગ સેન્ટરમાં મર્જ કરવામાં આવ્યા છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ દૂધની ગુણવત્તા જાળવી રાખવા અને સમગ્ર પ્રક્રિયાને ઓનલાઇન કરીને પશુપાલકોને વાજબી ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. હાલ તો ત્રણ ગામના સેન્ટર બંધ થઈ જતા દૂધ ઉત્પાદક કરતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને સાવજ ડેરીમાં ચાલતા આંતરિક વિવાદોને ભોગ ખેડૂત બની રહ્યા હોય તેવું ચર્ચાય રહ્યું છે.