કચ્છ યુનિવર્સિટીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છ યુનિવર્સિટીને હવે નેકની (NAAC) માન્યતા મળી ગઈ છે. ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સીટીને તેની સ્થાપનાના 21 વર્ષ બાદ (નેક)ની માન્યતા મળતાં કચ્છમાં ઉચ્ચ શિક્ષણના વિકાસના નવા દ્વાર ખૂલશે. કચ્છ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા વિવિધ શૈક્ષિણક કાર્યોનાં મૂલ્યાંકન અનુસાર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીને નેક દ્વારા સી-ગ્રેડ સાથે માન્યતા આપવામાં આવી છે.


[[$googlead]]

NAACની ટીમે 3 દિવસ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી

વર્ષ 2004માં જ્યારે કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદની માન્યતા મેળવવા માટે કવાયત શરૂ કરી હતી. વર્ષ 2024માં ડો.મોહનભાઈ પટેલની કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે કાયમી નિમણૂક થતાં જ તેમણે નેકની માન્યતા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. નેકની ટીમ ગત 3થી 5 જૂન દરમિયાન કચ્છ યુનિવર્સિટી ખાતે રૂબરૂ તથા ઓનલાઈન મુલાકાત લીધી હતી.

[[$alsoread]]

નેકની માન્યતા મળતા યુનિવર્સિટીના વિકાસને વેગ મળશે

ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા પ્રાપ્ત થઈ છે. કોરોના મહામારી, અન્ય કુદરતી આફતો, કાયમી પ્રાધ્યાપક અને કર્મચારીઓની અછત, મર્યાદિત રીતે કરાયેલા ઓછા સંશોધન કાર્ય, વિદ્યાર્થીઓનું કચ્છ બહાર સ્થળાંતર અને યુનિવર્સિટીને મર્યાદિત રિસર્ચ અને ડેવલોપમેન્ટની ગ્રાન્ટ જેવા અનેક પરિબળોના કારણે સી ગ્રેડ મળ્યો છે. કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળતા યુનિવર્સિટીના વિકાસને વેગ મળશે અને તેના કારણે વિદ્યાર્થીઓને પણ મોટો ફાયદો થશે.

  • Follow us on: