કડી તાલુકાના થોળ ગામે એક પેટ્રોલ પંપનો કર્મી 1.60 લાખ લઈ ફરાર થઈ જતા ફરિયાદ નોંધાઈ છે. થોળ ગામે વિપુલકુમાર ભોગીલાલ સોલંકી પેટ્રોલ પંપ ચલાવે છે.
પેટ્રોલ પંપના મેનેજરે માલિકને ફોનથી જાણ કરી હતી કે તા.14-9-2025ની રાત્રીના વકરામાંથી પંપ ઉપર નોકરી કરતો કર્મચારી રણજીત મફભાઈ રાવળ રૂ.1.60 લાખનો હિસાબ ઓછો આપી પંપના પૈસા લઈ જતો રહ્યો છે. પેટ્રોલ પંપના માલિક થોળ ખાતે દોડી આવી કામ કરતા કર્મચારી રણજીતને ફોન કરતા રણજીતનો ફોન બંધ આવ્યો હતો. જેના પગલે પેટ્રોલ પંપના માલિક બાવલું પોલીસ મથકે દોડી જઈ કર્મચારી વિરુદ્ધ રૂ.1.60 લાખની ચોરી કરી જવા મામલે ફરીયાદ નોંધાવતા બાવલું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










