કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને ટિકીટ આપી હતી અને તેમણે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે, રાજેન્દ્ર ચાવડાનું કહેવું છે કે, ગત ચૂંટણી કરતા વધુ લીડથી જીતીશુ અને કડીમાં વિકાસના કામો થયા છે, જીત થશે ત્યારબાદ કડીના જે પ્રશ્નો પડતર છે તે પુરા કરીશુ અને લોકોના જે પડતર પ્રશ્નો છે તેને ધ્યાને લઈ કામ કરીશ.
કડી વિધાનસભા પેટાચૂંટણીમાં 294 મતદાન મથકો
કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં 294 મતદાન મથકો છે જેમાં 106 બૂથ સંવેદનશીલ છે, કડીમાં ભાજપ પક્ષના વફાદાર નેતા તરીકે રાજેન્દ્ર ચાવજાને માનવામાં આવે છે અને પાર્ટીએ તેમની પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે, રાજેન્દ્ર ચાવડાની સામે કોંગ્રેસ પક્ષે ચાવડાને ટિકિટ આપી છે અને તે રમેશ ચાવડા છે, અને આમ આદમી પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.
રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય કાર્યકર
ભાજપના કડીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મુળ જોટાણા ગામના વતની છે. તેઓ 1980થી ભાજપના સક્રિય કાર્યકર છે. તેઓ મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતાં. 1985માં જોટાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. 2011થી 2017 સુધી તેઓ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના ડિરેક્ટર તરીકે રહ્યાં છે. જ્યારે વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ સહકારી આગેવાન તરીકે જાણિતા છે.
કોણ છે રાજેન્દ્ર ચાવડા?
રાજેન્દ્ર ચાવડા મહેસાણાના જોટાણા ગામના વતની છે. તેઓના શિક્ષણ પણ નજર કરવામાં આવે તો, રાજેન્દ્ર ચાવડાએ બીએ સુધી શિક્ષણ મેળવ્યુ છે. તેઓ વર્ષ 1972માં જનસંઘ એટલે કે આજે જેને ભાજપ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જોડાયા હતા. અને તેઓ વર્ષ 1980થી ભાજપના સભ્ય તરીકે કાર્યરત છે. તેઓઓ વર્ષ 1981થી લઇને 1986 સુધી તાલુકા પંચાયતની ચૂંટણી જીતીને તેના સભ્ય તરીકે ફરજ બજાવી હતી.