મહેસાણા જિલ્લાના કડી શહેરમાં નાનીકડી રોડ પર આવેલ એક ગેરેજમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બાલાપીર દરગાહ નજીક આવેલા આ ગેરેજમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેરેજમાં ઓઈલ (Oil)નો જથ્થો હોવાના કારણે આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


[[$googlead]]

કડીના નાનીકડી રોડ પર ગેરેજમાં આગ

આ આગની ઘટનામાં ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવેલા ૪ થી ૫ જેટલા બાઇકો અને ગેરેજનો અન્ય સરસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કડી ફાયર સ્ટેશનની બે ટીમો ઘટનાસ્થળે તુરંત દોડી આવી હતી. ફાયર ટીમોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ગેરેજમાં રહેલા ઓઈલને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, પરંતુ ફાયર જવાનોની સમયસરની કામગીરીને કારણે આગને અન્ય આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવી શકાય હતી.

ગેરેજમાં આગથી 4-5 બાઈક બળીને ખાખ

લાંબી જહેમત બાદ ફાયર ટીમોએ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું છે તે હજી સુધી જાણી શકાયું નથી. ગેરેજ માલિક દ્વારા આગ કયા કારણોસર લાગી તે જાણવા માટેની તપાસ હાલમાં હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેક્નિકલ ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આ ઘટનાના કારણે ગેરેજ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.

[[$alsoread]]
  • Follow us on: