કલોલ નગરપાલિકા દ્વારા લાંબા સમયથી બાકી વેરાની વસૂલાત માટે આકરા પગલાં લેતી એક મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાને કુલ રૂપિયા 15 કરોડનો બાકી વેરો વસૂલ કરવાનો હોવાથી, વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. આ ઝુંબેશને અસરકારક બનાવવા માટે નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે, જે બાકીદારો સામે કાર્યવાહી કરી રહી છે. પાલિકા હવે માત્ર નોટિસ આપવા પૂરતી સીમિત ન રહેતા, મિલકત સીલ મારવા સુધીની આકરી કાર્યવાહી કરી રહી છે.
કલોલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ
વર્ષોથી વેરો ન ભરતા બાકીદારો સામે નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. માત્ર મિલકત સીલ જ નહીં, પરંતુ આવા બાકીદારોના નળ અને ગટરના જોડાણો કાપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, વેરો ન ભરતા બાકીદારોની ત્રણ દુકાનોને સીલ કરવામાં આવી હતી.










